વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું, BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટના વધારા સાથે 68,435 પર ખુલ્યો અને નિફ્ટી પ્રથમ વખત 20,601 પર ખુલ્યો.
રવિવારે આવેલ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આજે શેર માર્કેટમાં પ્રી-ઓપણ સેશનમાં જ જોરદાર તેજી જોવા મળી હતી. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEના 30 શેરવાળા સેન્સેક્સમાં 954 પોઈન્ટ સાથે ઉછાળો આવ્યો તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના નિફ્ટી એટલે કે NSE Nifty પણ 334 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે.
- Advertisement -
નિફ્ટી પ્રથમ વખત 20,601 પર ખુલ્યો
સોમવારે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટના વધારા સાથે 68,435 પર ખુલ્યો અને નિફ્ટી પ્રથમ વખત 20,601 પર ખુલ્યો. બજારને મજબૂત સ્થાનિક અને વૈશ્વિક સંકેતોથી સમર્થન મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતના કારણે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સના શેર 4-7% વધ્યા છે. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 492 પોઈન્ટ ચઢીને 67481 પર બંધ થયો હતો.
મહત્વનું છે કે ગઇકાલે જ નિષ્ણાતોનું માનવું હતું કે ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની આ પરિણામોની શેર માર્કેટ પર સકારાત્મક અસર પડશે.