-મોરબી દુર્ઘટનાને કારણે કાર્યક્રમો મર્યાદીત થઈ ગયા છે: તા.2ના ચૂંટણીપંચ શેડયુલ જાહેર કરી શકે
ગુજરાતમાં એક તરફ ધારાસભા ચૂંટણીના શેડયુલની જાહેરાતનું કલાકોમાં કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસમાં ગઈકાલે તેઓએ વડોદરા ખાતે રોડ શો અને દેશમાં જ લડાયક ટ્રાન્સપોર્ટ વિમાનના નિર્માણના પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યા બાદ કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા
- Advertisement -
પરંતુ આ દરમ્યાન જ મોરબી પુલ દુર્ઘટનાથી હવે આજે અને આવતીકાલના વડાપ્રધાનના તમામ કાર્યક્રમો મર્યાદીત થઈ ગયા છે અને તેઓ આજે સાંજે જ દિલ્હી જવા રવાના થાય તેવા સંકેત છે તેમાં હવે ગુજરાતમાં ચૂંટણીપંચ તા.2ના રોજ ચૂંટણીની જાહેરાત કરશે તે નિશ્ચીત બની રહ્યું છે.
રાજયમાં નિશ્ચીત થઈ રહેલા શેડયુલ મુજબ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરના પ્રારંભમાં બે તબકકેના મતદાન સાથે જ તા.8 ડિસેમ્બરના મતગણતરી થશે અને મોરગેજની દુર્ઘટના છતા પણ ચૂંટણી શેડયુલમાં કોઈ ફેરફાર થશે નહી તેવા સંકેત છે અને રાજય ચૂંટણીપંચ પણ એકશનમાં આવી ગયુ છે. સંભવત મોરબીમાં આજે સાંજે બચાવ અને રાહતની કામગીરી પુર્ણ થયા બાદ વહીવટીતંત્ર પણ ચૂંટણીની કામગીરીમાં જોડાઈ જશે તેવા સંકેત છે.