સપ્ટેમ્બરમાં સભ્યપદ ઝુંબેશ: નવેમ્બરમાં મંડપ-જિલ્લા પ્રમુખોની ચૂંટણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની ટર્મ પણ પુર્ણ થઈ ગઈ છે. ઉપરાંત તેઓને કેન્દ્ર સરકારમાં પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી ડીસેમ્બર સુધીમાં કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.
ભાજપના સૂત્રોએ કહ્યું કે, પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ માટે 1 ઓગષ્ટથી ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ દરમ્યાન વિરાટ સભ્યપદ નોંધણી ઝુંબેશ કરાવા સાથે પ્રદેશ-જીલ્લા એકમોને મજબૂત બનાવાશે. 15 સપ્ટેમ્બર સુધી સભ્યપદ ઝુંબેશ ચલાવાશે.
ત્યારબાદ 16થી30 સપ્ટેમ્બર સુધી સક્રીય સભ્ય ઝુંબેશ ચાલશે. 1થી15 ઓકટોબર સક્રીય સભ્યોનું વેરીફીકેશન હાથ ધરાશે.
ભાજપના બંધારણ પ્રમાણે દરેક સભ્યની 9 વર્ષે ફેરનોંધણી ફરજીયાત છે. આ વર્ષે વડાપ્રધાન, પક્ષ પ્રમુખ સહિત તમામ નેતાઓની ફેરનોંધણી કરાવવાની થાય છે. 1થી15 નવેમ્બર મંડળ પ્રમુખોની ચુંટણી થશે. 16થી30 નવેમ્બર જીલ્લા પ્રમુખોની ચુંટણી થશે ત્યારબાદ પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરે નિમણુંકો શરૂ થશે.
પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. 50 ટકા રાજયોમાં આ પ્રક્રિયા આટોપાયા બાદ રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.