કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે રાજકોટમાં સાત જિલ્લાની ચૂંટણીલક્ષી બાબતોના તાગ અધિકારીઓ સાથે બેઠક યોજી મેળવ્યા…
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ચાર દિવસીય ગુજરાતના પ્રવાસે છે જેમાં વિવિધ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસે જરૂરી વિગતો મેળવી રહ્યા છે સાથે વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓ અને તે અનુસંધાને બેઠકો પણ યોજી રહ્યા છે. આજે રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નાયબ ચૂંટણી કમિશનર રુદયેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
- Advertisement -
રાજકોટમાં ચૂંટણી પંચની બેઠક
રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચના બેઠક યોજાઈ હતી. રાજકોટ નજીક લગુન રિસોર્ટમાં ચૂંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં નાયબ ચૂંટણી કમિશનર રુદયેશ કુમારની અધ્યક્ષતમાં યોજાઈ હતી. જે બેઠકમાં પ્રિન્સીપાલ સેકેટરી એસ બી જોષી તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી પણ બેઠકમાં જોડાયા હતા. જે બેઠકમાં સાત જિલ્લાની ચૂંટણીલક્ષી સમીક્ષા કરવામાં આવી હતી. જે બેઠકમાં સાત જિલ્લાના ક્લેકટરો અને પોલીસ કમિશનર, એસ પી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે બેઠકમાં ચૂંટણીલક્ષી તાગ મેળવવામાં આવ્યા હતાં અને અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
પિક અને ડ્રોપની સુવિધા હશે
ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે અગાઉ જણાવ્યું હતું કે લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એટલા માટે પિક અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. જો કે આ સુવિધા વિશેષ સ્થિતિમાં જ આપવામાં આવશે.
- Advertisement -
ઘરેથી પણ મતદાનની સુવિધા અપાશે
80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.