ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર ભાજપમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અને ભાજપ મોવડી મંડળ દ્વારા જૂનાગઢ મહાનગર ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે વિનસભાઇ હદવાણી, મહામંત્રી તરીકે અભય રીબડીયા, પરાગ રાઠોડ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વિજયસિંહ ઝાલા, મહામંત્રી વનરાજભાઇ સુત્રેજા, પુંજાભાઇ સિસોદીયાની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદેદારોને વરણી થતા શહેર ભાજપ પ્રમુખ પુનિતશર્મા, ડે.મેયર ગિરીશ કોટેચા સહિતના ભાજપ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
જૂનાગઢ મહાનગર ભાજપના હોદ્દેદારોની વરણી
