ચૂંટાયેલા અને સરકાર નિયુકત સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયા
પ્રવિણ નિમાવત અને વિક્રમ પુજારાનું નામ સૌથી મોખરે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આવતા અઠવાડિયે મેયર અને નિર્વાચન અધિકારી ડો. પ્રદિપ ડવ દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવશે. સરકારી સભ્ય તરીકે રાજેશ માંડલિયાની નિમણૂંક કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટમાં કુલ 15 સદસ્યોની જગ્યા છે. જેમાંથી 12 સદસ્યોની જગ્યા માટે ચૂંટણી કરવાની થાય અને 3 સદસ્યોની જગ્યા સરકાર દ્વારા નિયુકિત કરવાની હોય છે. જેના અનુસંધાને 12 સદસ્યોની નિયુકિત માટે મેયર અને નિર્વાચન અધિકારી ડો. પ્રદિપ ડવએ તારીખ 26 મેના રોજ ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ચૂંટણી નોટીસના અનુસંધાને તા. 1 જુન 2023ના નિયુકિત પત્ર સ્વીકારવાનો સમય હતો. જે દરમિયાન કુલ 13 નિયુકિત પત્રો રજુ થયેલ. ત્યારબાદ તા. 9 જૂન 2023ના રોજ રજુ થયેલ નિયુકિત પત્રોની બારીક ચકાસણી બાદ તમામ ફોર્મ માન્ય રહેતા 12 સદસ્યો માટે ચૂંટણી યોજાઇ હતી.
જેમાં ભાજપના તમામ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ સરકારશ્રી દ્વારા 3 સભ્યોની નિયુકિત કરવાની થતી પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી છે. જે નામો પણ સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.