કાપડ માર્કેટ વિસ્તારની સૌથી જૂની સુરત ટેક્સટાઇલ માર્કેટની મેનેજિંગ કમિટીની ચૂંટણી અંતર્ગત આજે સવારે 11 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. કુલ 20 બેઠકો (2 મહિલા અનામત સહિત) પૈકી 1 સીટ (પછાત વર્ગ) બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે 19 બેઠક માટેની ચૂંટણીમાં 23 ઉમેદવારો મેદાનમાં છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટ કો-ઓ.શોપ એન્ડ વેરહાઉસ સોસાયટી લિમિટેડની મેનેજીંગ કમિટીની મુદત પાંચ વર્ષની હોય છે. વર્ષ 2021-2026 માટે યોજાઇ રહેલી મેનેજીંગ કમિટીની 19 બેઠક માટે 17 મેનેજીંગ કમિટીના જૂના જોગીઓ છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 150 જેટલાં સભ્યોએ મતદાન કર્યું હતું.
- Advertisement -
19 બેઠક માટે 17 સભ્યોની પેનલ સામે 4 નવા ઉમેદવારોની પેનલ છે, જોકે, નિરસ વાતાવરણ છે. ઉમેદવારોએ પ્રચાર કર્યો નથી. કુલ મતદારોની સંખ્યા 1203 જેટલી છે અને સાંજના 5 વાગ્યા સુધીમાં 500થી 600ની વચ્ચે મતદાનની સંભાવના છે, એમ માર્કેટના સૂત્રોએ કહ્યું હતું. ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે.