નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ EROs/AEROs સહિતના સ્ટાફને માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (જઈંછ) અંતર્ગત કલેકટર કચેરી સભાખંડ ખાતે એક મહત્ત્વપૂર્ણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ વાલાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તાલીમમાં જિલ્લાના ઊછઘ, અઊછઘ, મતદારયાદી નાયબ મામલતદાર, ક્લાર્ક, ઓપરેટર તથા અન્ય સ્ટાફ જોડાયો હતો. આ પ્રક્રિયામાં ચોકસાઈ, પારદર્શિતા અને નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
તાલીમ દરમિયાન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ વાલાણીએ ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફને મતદાર યાદી સુધારણા અંગેની માર્ગદર્શિકા, નવી મતદાર નોંધણી તથા નામ સુધારણા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઊછઘત/અઊછઘતને સ્પષ્ટ સૂચના આપી હતી કે, પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક બાકાત ન રહે અને તે જ રીતે, પાત્રતા ન હોય તેવા કોઈ વ્યક્તિનો સમાવેશ ન થાય તે બાબતે ચોકસાઈ રાખવી.
વાલાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મતદાર યાદી પ્રક્રિયાની સમગ્ર કામગીરી ચોકસાઈ, પારદર્શિતા અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવી અનિવાર્ય છે. વધુમાં, તેમણે દરેક પાત્ર નાગરિક સુધી મતદાર નોંધણી અંગે જાગૃતિ અને માહિતી પહોંચાડવા પણ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (જઈંછ) અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ વાલાણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક પણ યોજાઈ હતી.
આ બેઠક ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરાયેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR)“ના સમય પત્રક અંતર્ગત યોજાઈ હતી.
બેઠકમાં, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને જઈંછના વિવિધ તબક્કાઓ વિશે જાણકારી આપી હતી. જે મુજબ, 4 નવેમ્બર, 2025થી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (ઇકઘ) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. 9 ડિસેમ્બર, 2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારો 9 ડિસેમ્બર, 2025થી 8 જાન્યુઆરી, 2026 સુધી સુધારા માટે દાવો કરી શકશે. દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ 9 ડિસેમ્બર, 2025થી 31 જાન્યુઆરી, 2026 સુધી કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.



