ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો સંકેત
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધુ એક મુલાકાત સાથે રાજયમાં ચૂંટણીનું વાતાવરણ બનવા લાગ્યું છે તે વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરાએ એક સૂચક વિધાનમાં રાજયમાં તા.15 ઓકટોબર બાદ ગમે ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગી શકે છે તેવું જણાવીને 100 દિવસના કામકાજના ટાર્ગેટ સંપન્ન કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
આજે રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં રાજકોટ જીલ્લા ભાજપની કારોબારીમાં શ્રી બોઘરાનું આ નિવેદન સૂચક છે અને આથી રાજયમાં ઓકટોબરના મધ્ય બાદ ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતાનો પણ અમલ થઈ જાય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ એટલે કે 8થી10 ડિસેમ્બર અને તેની આસપાસ મતદાન યોજાતુ હોય છે અને આગામી ચૂંટણીમાં તે જ શેડયુલ જળવાઈ રહેશે તેવા સંકેત છે તથા ઓકટોબર મધ્ય બાદ રાજયમાં ચૂંટણીપંચ ની આચારસંહિતા પણ અમલમાં આવી જશે તે સ્પષ્ટ બનવા લાગ્યું છે.