ખાસ ખબર સંવાદદાતા
કોડીનાર-વેરાવળ હાઇવે રોડ ઉપર ગોહિલની ખાણ ગ્રા.પં.ની હદ વિસ્તારમાં અનેક સોસાયટીઓ બની છે. જે કોડીનાર હદ વિસ્તારમાં આવતી ન હોય છતા પણ પાલિકા દ્વારા પાવાના પાણીની લાઇન નાખી આપેલ છે. પરંતુ ગોહિલની ખાણ ગ્રા.પં.ને અનેક રજૂઆત કરવા છતા સિદ્ધીવિનાયક સોસાયટી સહિત સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી પાકા રસ્તા ગટર કે સ્ટ્રીટ લાઇટની પ્રાથમિક સુવિધાના કામો ન કરાતા હોય ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો ઘરમાંથી ચાલીને પણ બહાર પણ નીકળી ન શકે તેવા કાદવ કિચડ થઇ જાય છે.
જેથી સિદ્ધીવિનાયક સોસાયટીના અગ્રણી બચુભાઇ ગોવિંદભાઇ વાળા સહિત 57 લોકોએ સંયુકત સહી કહેલુ એક આવેદનપત્ર રાજય ચૂંટણી પંચને મોકલી આ વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની તો ઠીક પરંતુ તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.