14 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાની ચર્ચા
જૂનાગઢ લોકસભા ભાજપના ઉમેદવારની છબી ખરડાવવાનો પ્રયાસ કરતું અપક્ષ
- Advertisement -
રાજેશ ચુડાસમાના જૂનાં ઑડિયો-વિડીયો એડિટિંગ કરીને વાઇરલ કરવાનું કામ અપાયું હોવાની ચર્ચા
મોદીનાં સાયક્લોન સામે આવી કપટલીલા સફળ નહીં થાય, તેવો લોકોમાં સૂર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જૂનાગઢ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો નકારાત્મક પ્રચાર કરવા અને તેમની છબી ખરડાવવા માટે રાજસ્થાનની ચૂંટણી એજન્સીને અપક્ષ દ્વારા 14 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનો રંગ હવે ખરાખરીનો જામ્યો છે. જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે તેવામાં જૂનાગઢ લોકસભા ભાજપના ઉમેદવારની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ બેઠકને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી દીધી છે.
ભાજપે પોતાના વર્તમાન સાંસદ પર જ વિશ્વાસ મૂક્યો છે અને ત્રીજી વખત જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે અપક્ષો હવે ચુડાસમાને ધૂળ ચટાડવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત જાણે એમ છે કે રાજેશ ચુડાસમાના જૂના જૂના ઓડિયો-વિડીયો વાયરલ કરવા, વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર જ્ઞાતિ-જાતિમાં વૈમનસ્ય ઉભા કરાવવા, દૂધમાંથી પૂળા કાઢી રાજેશ ચુડાસમાની છબી ખરડાવવા રાજસ્થાનની ચૂંટણી એજન્સીને 14 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. એ.આઈ.ના માધ્યમથી કોઈના અવાજમાં વિવાદિત ઓડિયો બનાવી વાયરલ કરાવવા અને સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર માત્ર નકારાત્મકતા ફેલાવવામાં આવે તેમજ અંગત પારિવારીક જીવન પર ટીકા ટિપ્પણી કરાવવા સહિતનું ટેન્ડર આપવામાં આવ્યું છે. હવે વધુમાં વાત કરીએ તો આવા સંજોગોમાં આટલી મોટી રકમ જો ભાજપના ઉમેદવારને હરાવવામાં વપરાતી હોય તો વાપરનારએ કેવા કાવાદાવા વિચાર્યા હશે? પરંતુ આ બધા વચ્ચે હવે જ્ઞાતિ-જાતિઓ વચ્ચે વૈમનસ્ય ન થાય અને એડિટીંગ કરેલા ઓડિયો-વિડીયો થકી ચૂંટણીનું અને સમાજનું વાતાવરણ ન બગડે તે જોવું રહ્યું.