ગુજરાતમાં ૪૭,૪૮માંથી ૧૧,૦૨૬ જોખમી અને ૪,૦૬૪ અત્યંત જોખમી એમ કુલ મળીને ૧૫,૦૯૦ જેટલા મતદાન મથકો જોખમી હોવાનો રિપોર્ટ ચૂંટણી આયોગે તૈયાર કરીને DGPને સોંપ્યો છે.
૨૧ ફેબ્રુઆરીને રવિવારે જ્યાં મતદાન યોજાવાનું છે તે ૬ પૈકી સુરત મ્યુ. કોર્પોરેશનમાં જ ૩૧૮૫ પૈકી ૧૫૨૨ જેટલા મથકો સંવેદનશીલ છે !
૨૭ ફેબ્રુઆરીને રવિવારે પાલિકા પંચાયતો માટે યોજનારા મતદાન માટે સહિત આ સમગ્ર ચૂંટણીમાં ૧,૦૫,૪૪૪ પોલીસને તહેનાત કરવા દરેક જિલ્લામાં સિક્યોરિટી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.