કેશોદ તાલુકાના સુત્રેજ ગામની ઘટના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
કેશોદ તાલુકાના સુત્રેજ ગામમાં રહેતા એક વૃદ્ધ મહિલાને કોબ્રા સાપ કરડ્યો હતો, જેના કારણે તેમની તબિયત ગંભીર બની હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કેશોદ 108 ટીમના ઈ.એમ.ટી. મયુર બારડ અને પાયલોટ દિનેશ ચોચા તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
- Advertisement -
મહિલા બેભાન અવસ્થામાં હતા અને તેમની સ્થિતિ નાજુક હતી. ઈ.એમ.ટી. મયુર બારડે અમદાવાદની હેડ ઓફિસમાં ડો. પટેલ સાથે ફોન પર વાત કરીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ, દર્દીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. 108 ટીમના સમયસર અને સચોટ નિર્ણયને કારણે આજે આ વૃદ્ધ મહિલા સ્વસ્થ છે અને તેમને નવજીવન મળ્યું છે. આ પ્રશંસનીય કામગીરી બદલ જૂનાગઢ જિલ્લાના અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની સરાહના કરવામાં આવી છે.



