વયોવૃદ્ધ રાજનેતા લાલ કૃષ્ણ અડવાણી આજે 96 વર્ષના થયા. એક સમયે સંઘના કાર્યકરથી દુનિયાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી ભાજપની નીવ રાખનાર નેતાઓમાં તેમનું નામ મોખરે છે. તેમના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સહિત અનેક ભાજપ નેતાઓએ શુભકામના પાઠવી છે.
અડવાણીના જન્મદિવાસ પર શું કહ્યું વડાપ્રધાન મોદીએ?
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ગૃહમંત્રી રહંલા અડવાણીએ જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રામાણિકતા અને સમર્પણની મિસાલ રાખી હતી. અડવાણીજીએ દેશને મજબૂત બનાવવામાં ક્યારેય ના ભૂલાય તેવું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમનું સક્ષમ નેતૃત્વના કારણે જ ભારતનો વિકાસ અને દેશની એકતા-અખંડિતતા સુનિશ્ચિત થઇ છે. વડાપ્રધાને અડવાણીની સારૂ આયુષ્ય અને તેમની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી છે.
- Advertisement -
Birthday greetings to Shri LK Advani Ji. He is a beacon of integrity and dedication who has made monumental contributions that have strengthened our nation. His visionary leadership has furthered national progress and unity. I wish him good health and a long life. His efforts…
— Narendra Modi (@narendramodi) November 8, 2023
- Advertisement -
અમિત શાહે શુભેચ્છા પાઠવતા કહી આ વાત…
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે પણ અડવાણીના જન્મદિવસે શુભકામના આપી છએ. ક્યારેક અડવાણીએ પણ ગુજરાતના ગાંધીનગર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. એવામાં તેમની રાજનૈતિક વિરાસત સંભાળી રહેલા શાહે તેમને જન્મદિવસ પર કહ્યું, ભાજપ અને દેશમાં અડવાણીનું યોગદાન અતુલનીય છે.જેમાંથી આવનારી પેઢીએ પ્રેરણા લેવી જોઇએ.
आदरणीय लालकृष्ण आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। आडवाणी जी ने अपने अथक परिश्रम और संगठन कौशल से पार्टी को सींचने और कार्यकर्ताओं को गढ़ने का काम किया। भाजपा की स्थापना से लेकर सत्ता तक आने में आडवाणी जी का अतुलनीय योगदान हर कार्यकर्ता के लिए प्रेरणा का अक्षुण्ण स्रोत…
— Amit Shah (@AmitShah) November 8, 2023
રાજનાથ સિંહે સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી
અડવાણીજીની છત્રછાયામાં રાજનૈતિક કક્કો શીખનાર નેતાઓમાં સામેલ રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પૂર્વ ઉપવડાપ્રધાને જનમદિવસની શુભકામના પાઠવી છે. રક્ષામંત્રીએ અડવાણીને રાજનૈતિકના પ્રમુખ સ્તંભ સમાન છે. તેમણે સાર્વજનિક જીવનમાં લાંબા સમય રહેનારા અડવાણીના યોગદાનને યાદ કર્યુ છે.
भाजपा के वरिष्ठ नेता एवं हम सबके प्रेरणास्रोत, श्री लालकृष्ण आडवाणीजी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ। भारतीय राजनीति के वे एक प्रमुख स्तंभ रहे हैं और भाजपा संगठन को भी उन्होंने बहुत मज़बूती प्रदान की है।
सार्वजनिक जीवन में लंबे समय तक सक्रिय रहे आडवाणीजी का योगदान अप्रतिम…
— Rajnath Singh (@rajnathsingh) November 8, 2023
શરૂઆતનું જીવન અને પાર્ટીની સ્થાપના
અડવાણીને નજીકથી જાણનારા લોકો તેમને ભારતીય રાજનીતિના પિતામહની સંજ્ઞા આપે છે. વર્ષ 1945માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સચિવના રૂપમાં સાર્વજનિક અને સાંગઠનિક જીવનની શરૂઆથ કરનાર અડવાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓનું સાનિધ્ય મળ્યું. ભારતીય જનસંઘની સ્થાપના પછી આજે તેઓ બીજેપીની પાર્ટીના રૂપમાં દુનિયાની સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે. પાર્ટીના કાર્યક્રમમાં કાર્યકરતાઓને પ્રેરણા આપવા માટે સ્વયં વડાપ્રધાન મોદી પણ અડવાણીને મજબૂત સ્તંભ માનતા તેમના યોગદાનને યાદ કર્યો હતો.