કુરીયર લેવા આવેલા વૃધ્ધના મોત અંગે મૃતકના ભાઈએ ડ્રાયવર સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બસ પોર્ટમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે ગત સાંજે રાજકોટ-બળવાળા રૂટની બસ ગેઈટ નંબર 1માંથી બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતી હતી ત્યારે ડ્રાઈવરથી બ્રેક નહીં લાગતા વૃધ્ધ ઠોકરે ચડી જતા ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં વૃધ્ધ બસ પોર્ટમાં કુરીયરની ઓફિસે પાર્સલ લેવા આવ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ડ્રાયવર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર પંચાયતનગરમાં પવન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી સુરેશભાઈ મારવાણીયા ઉ.62એ તેના મોટા મવા અલ્ટોસા એપાર્ટમેન્ટમાં રહેતા મોટાભાઈ દિનેશભાઈ લીલાધરભાઈ મારવણીયા ઉ.65 નામના વૃધ્ધને ઠોકરે લઇ મોત નિપજાવવા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જી જે 18 ઝેડ 4644 નંબરની એસટી બસના ચાલક સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ભાઈ ગત સાંજે એસટી બસ પોર્ટ પાસે બહાર રોડ પર ઉભા હતા ત્યારે રાજકોટ-બળવાળા રૂટની બસે ભાઈને પાછળથી ઠોકરે લેતા માથે-શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા 108નો સ્ટાફ દોડી આવ્યો હતો અને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા જ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બી વી બોરીસાગર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં વૃધ્ધ બસ સ્ટેન્ડમાં આવેલ કુરીયરની ઓફિસમાં પાર્સલ આવ્યું હોય તે લેવા આવ્યા હતા તે દરમ્યાન ચોકીદારને કુરીયર ઓફિસના સરનામાનું પુછી રહ્યા હતા.ત્યારે એસટી બસે ઠોકરે લેતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજયું હતું ડ્રાયવરથી બ્રેક નહિ લાગતા બસ બેકાબુ બની હતી અને વૃદ્ધને ઠોકરે લીધા હોવાનું જાણવા મળ્યું છે મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું તેમજ પોતે ત્રણ ભાઈમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



