– ન્યૂડ વિડીયો કોલ, રોકાણ, ડેબિટ કાર્ડ, મોબાઈલ હેકના નામે 8 સાથે છેતરપિંડી
સાયબર ક્રાઈમ પોલીસે ફ્રોડનો ભોગ બનેલા 8 અરજદારોને 9.84 લાખની રકમ પરત અપાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મળેલી અલગ અલગ અરજી અંગે તપાસ કરી અરજદારોના બેંક એકાઉન્ટ તપાસી એકાઉન્ટ ફ્રીઝ કરી અલગ અલગ 8 અરજદારોને કુલ 9.84થી વધુની રકમ પરત અપાવવામાં આવી છે એક અરજદારને વારંવાર અજાણ્યા નંબર પરથી ફોન આવતો હતો. બાદમાં ન્યુડ વીડિયો કોલ કરીને સ્ક્રીન રેકોર્ડ કરતો હતો. અરજદારને તે વીડિયો મોકલી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપતા અરજદાર ડરી ગયો હતો અને એ ડરના કારણે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 1.87 લાખ પે કરી દીધા હતા. હજુ વધારે રૂપિયાની માંગણી કરતો હોવાથી તેની સાથે ફ્રોડ થયાનું જણાતા 1930 પર કોલ કરી પોતાની ઓનલાઈન અરજી નોંધાવેલી હતી.
બીજા બનાવમાં અરજદાર આકાશભાઇ મોઢને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા વ્હોટ્સેપથી કોન્ટેક્ટ કરી અવનવા નફાના સ્ક્રીનશોટ મૂકી વધુ નાણાં અને નફા બતાવી ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા લઇ અને કોઈ સંતોષકારક પ્રત્યુતર તથા નાણાં પરત આપતા ન હતો. જેથી અરજદાર રાજકોટ શહેર સાયબર ક્રાઇમ ખાતે અરજી કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટિમ દ્વારા કાર્યવાહી કરી અરજદારના રૂ.65,606 કોર્ટ હુકમ દ્વારા પરત અપાવેલા હતા. ત્રીજા બનાવમાંઅરજદાર જયેશભાઇ મનસુખભાઇ કલોલિયાને પોતાના ઇઘઇ ઇઅગઊંના ડેબીટ કાર્ડની મુદ્દત પૂર્ણ થયેલા હોય, જે અપડેટ કરાવવાના બહાને અરજદાર સાથે રૂ.1,80,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જ્યારે મહિલા અરજદારને અજાણ્યા નંબર પરથી કોલ આવેલો અને સામેવાળાએ એક્સિસ બેંક ક્રેડિટકાર્ડમાંથી બોલું છું. તેમ ઓળખ આપેલી અને કહેલું કે, તમારા ક્રેડિટકાર્ડમાં ઇન્સ્યોરન્સ શરુ થયેલું છે. જે બંધ કરાવવાનું જણાવતા સામેવાળાને ઓ.ટી.પી. અને ક્રેડિટકાર્ડની માહિતી આપતા અરજદાર ફ્રોડનો ભોગ બન્યો.
બેંકમાંથી વિમા પોલીસી બંધ કરાવાના નામે ફ્રોડ
અરજદાર નિરવભાઇ ચુનીલાલ રાયકુંડલીયાના મોબાઇલ નંબર પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. કે હુ બેંકમાંથી બોલું છું, તમારા બેંક એકાઉન્ટ ચેક કરો તેમા પૈસા કપાઈ ગયા હશે. તમારા બેંક એકાઉન્ટમાંથી વિમા પોલીસી ચાલુ થઇ ગયેલી છે. જો તે ચાલુ ના રાખવી હોય તો એક ઘઝઙ આપો. જેથી અરજદારે ઘઝઙ આપેલ ન હતો. તેમ છતા અરજદારના પૈસા તેના બેંક એકાઉન્ટમાંથી રીંકરીંગ ડિપોઝીટમાં જતા રહ્યા હતા. જે અરજીની તપાસ કરી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવી આપતા અરજદારના રીકરીંગ ડિપોઝીટમાં તેમના બેંક એકાઉન્ટમાં 1,44,300 પરત આવી ગયેલા છે.
- Advertisement -
યુ- ટ્યુબ વિડીયો વ્યુ કરી ટાસ્કથી વળતરની લાલચ
અરજદાર સંદિપભાઇ જયવંતભાઇ કકૈયાને ઢજ્ઞી-ઝીબયમાં વીડિયો વ્યુ કરી ટાસ્ક દ્વારા સારૂ વળતર મેળવવાની લાલચ આપી અરજદાર સાથે છેતરપિંડી કરેલી. જે કામે અત્રેના પો.સ્ટે.થી આગળની કાર્યવાહી કરી રૂ.2,50,000 રૂપીયા અરજદારના બેંક એકાઉન્ટમા રિફન્ડ કરાવેલા છે.જ્યારે અન્ય બનાવમાં અરજદાર દીપેશભાઇ સોલંકીને તેમના ફોનમાં અચાનક બે ઓટીપી આવેલા. જે મોબાઇલ હેક થયેલો હોવાથી અજાણ્યા લોકો દ્વારા ઓ.ટી.પી. શેર કરી નાણા ઉપાડેલા. જે ક્રેડિટ કાર્ડ બેંકથી રૂપિયા 98,000 તથા રૂપિયા 60,000 ઉપડી ગયેલાનો મેસેજ આવતા અરજદાર દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી અરજી રજીસ્ટર કરેલી હતી. તેના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા કાર્યવાહી કરતા નાણા બ્લોક થયેલા હતા. જે અરજદારના ક્રેડીટ કાર્ડ રૂ.1,58,000 જમા લઇ પરત કરી આપેલા હતા.