“ખાસ ખબર” અહેવાલ બાદ નકલી ઘીનો કારોબાર સંકેલી લેવાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસ્કો તેલ બાદ હવે નકલી ઘીનો કારોબાર શરૂ થયો છે જેમાં થાનગઢ ચોટીલા હાઇવે પર આવેલા એક સિરામિક કારખાનાની અંદર આ નકલી ઘી બનાવવા માટેની પ્રક્રિયા ચાલતી હતી. થાનગઢથી પાચ કિલોમીટર દૂર ચોટીલા હાઇવે પર આવેલા સિરામિક કારખાનાની પાછળ સરકારી જમીન પર શેડ ઊભો કરી તેમાં નકલી ઘી બનાવવાનો કરીવાર ચાલતો હતો. થાનગઢમાં ફ્રુટના વેપારી તરીકે જાણીતા ઇશમ દ્વારા નકલી ઘી બનાવવાનો આખોય ધંધો શરૂ કર્યો હતો જેમાં જે બ્રાન્ડના જોઈએ તે બ્રાન્ડના લેબલ સાથે નકલી ઘીનું પેકિંગ કરી આપતા હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે આ નકલી ઘીની ફેક્ટરી અંગે સ્થાનિ તંત્રને જાણ હોવા છતાંય ભગવાન જાણે કેમ કોઈ કાર્યવાહી થઈ નહીં ? અને અંતે “ખાસ ખબર” દ્વારા જુદા જુદા સમયે અહેવાલો પ્રસિધ્ધ કરતા નકલી ઘીનો કારોબાર ચાલતી ફેક્ટરીને બંધ કરી એની સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે. જેથી આ કારોબાર બંધ નથી કરાયો તેવી સ્પષ્ટ કહી શકાય છે પરંતુ ચર્ચા તો એવી પણ છે કે આ નકલી ઘી બનાવતા સંચાલક સાથે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય આગેવાનને ચૂંટણી ફંડ આપ્યું હોવાથી અને વર્તમાન સમયમાં પણ દર મહિને મોટો તગડો હપ્તો હોવાના લીધે પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે કદાચ એટલે જ તંત્રના અધિકારીઓ પણ અહીં હાથ નાખતા ડર અનુભવતા હશે ત્યારે હાલ તો “ખાસ ખબર” અહેવાલોની લીધે નકલી ઘીનો કારોબાર એની સ્થળે ખસેડતા હવે આ નકલી ઘીનો કારોબાર ક્યાં અને કેવી રીતે શરૂ થાય છે ? તે જોવું રહ્યું.
- Advertisement -



