જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કાલે દશેરાની ઉજવણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રતિ વર્ષ દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.આવતીકાલે મયારામ આશ્રમ ખાતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરી દશેરાની ઉજવણી કરવામાં આવશે.રાવણનાં પુતળામાં રૂપિયા 20 હજાર થી વધુના ફટાકડા ભરવામાં આવ્યાં છે. દર વર્ષે દીપાંજલિમાં રાવણનાં પુતળાનું દહન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે દીપાંજલિનીમાં રાવણનાં પુતળાનું દહન કરવામાં નહી આવે. જયારે હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મયારામ આશ્રમમાં રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ વિજયોત્સવની ઉજવણીમાં રાવણ દહન પહેલા ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાશેે. શહેરના ગિરનાર દરવાજાથી શોભાયાત્રા નિકળશે જે મયારામ આશ્રમે જશે જ્યાં રાવણ દહન કાર્યક્રમ કરાશે. રાવણ દહન પહેલા ભગવાન શ્રીરામ અને વિભીષણ વચ્ચે સંવાદનો કાર્યક્રમ પણ યોજાશે. બાદમાં રાવણ વધ કરાશે અને રાવણ દહન સાથે આકાશ ભવ્ય આતશબાજી સુશોભિત થશે.