1 વર્ષમાં 185 જનજાગૃતિ કાર્યક્રમમાં 996 ફોર્મ ભર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્રારા કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ થતી અસરકારક કામગીરી થઈ રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન 185 જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા તેમજ જિલ્લ્લાની 113 ગ્રામ પંચાયતોની મુલાકાત કરી છેવાડાના લાભાર્થીઓને યોજનાકીય લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન અને યોજનાઓના કુલ 996 ફોર્મ ભરાયા છે.
- Advertisement -
બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ ચાલતા સંકલ્પ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્રારા મહિલાના સશક્તીકરણ અને સલામતી માટે કાર્યરત છે. સમાજમાં પ્રવર્તમાન વ્યાપક લિંગ આધારિત પુર્વગ્રહો અને ભેદભાવો દુર કરવા,મહિલા કલ્યાણકારી યોજનાઓ,કાયદાઓ,કાર્યક્રમોની માહિતી છેવાડાની મહિલાઓ અને લોકો સુધી પહોચે તે હેતુ સિદ્ધ કરવા સંકલ્પ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના હાલ જૂનાગઢ ખાતે અમલીકરણમાં છે. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 185 જાગૃતિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાની 113 ગ્રામ પંચાયતોની મુલાકાત કરી અને અન્ય યોજનાઓના કુલ 996 ફોર્મ ભરાવ્યા હતા.



