સાયબર ફ્રોડનાં ઓગસ્ટમાં 49 કેસો પર કાર્યવાહી કરી 1.57 લાખ જેટલી રકમ પરત અપાવતી ગીર સોમનાથ સાયબર ક્રાઇમ ટીમ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર જે. એન. ગઢવી તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા નાણા ફ્રોડમાં ઓગસ્ટ મહીનામાં 49 ભોગ બનનારના કુલ 10,39,137 રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટેની કુલ 49 અરજીની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ફ્રીઝ હોલ્ડ કરાવેલ રકમમાંથી ભોગ બનનારના ઓગસ્ટ મહીનામાં કુલ રકમ 1,57,728 પરત અપાવેલ છે.
- Advertisement -
આ કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીર સોમનાથના પોલીસ ઇન્સપેક્ટર જે. એન. ગઢવી તથા સાયબર ક્રાઇમ પોલીસ કર્મચારીઓ દ્વારા આ સફળ કામગીરી કરવામા આવેલ છે.