બસ સ્ટેન્ડ પાસે નર્મદા પાણીની પાઇપ લીક થવાથી રોડ તૂટી ગયો જે મનપા તુરંત બનાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ બસ સ્ટેશન રોડ પર લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી નર્મદા પાણીની પાઇપ લાઈન લીક હોવાના કારણે પાણી રોડ પર વેહતું અને હજારો લીટર પાણીનો વેડફાટ થતો હતો તેમજ જયારે જયારે નર્મદાનું પાણી વિતરણ થયા ત્યારે જે પાણીનો બગાડ થતો તેના કારણે રોડ પર તૂટી ગયો આ નર્મદા પાણીની પાઇપ લાઈન લીક થવાના સમાચાર ગઈકાલ જૂનાગઢ ખાસ ખબરમાં પ્રસિદ્ધ થતા મનપા તંત્ર જાગ્યું હતું અને રાત્રીના સમયે તૂટી ગયેલ રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો ત્યારે ડામર રોડ બની જતા વાહન ચાલકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી.