હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળી લીધો નિર્ણય : જજે બેન્કોને આવા કેસમાં માનવીય દૃષ્ટિકોણ અપનાવવા કહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
કેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે CIBIL સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.
- Advertisement -
એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે વિદ્યાર્થી ભવિષ્યના રાષ્ટ્રનિર્માતા છે. તેમણે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરવાનું છે. ફક્ત એટલા માટે કે એક વિદ્યાર્થીનો CIBIL સ્કોર ઓછો છે અને તેણે એજ્યુકેશન લોન માટે અરજી કરી છે, મારું માનવું છે કે આવા વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન અરજીને બેન્ક દ્વારા નકારવામાં ન આવે.
આ મામલે અરજદાર જે એક વિદ્યાર્થી છે તેણે બે લોન લીધી હતી જેમાં એક લોનના 16667 રૂ. ચૂકવવાના બાકી હતા. બેન્કે બીજી લોનને એનપીએ કરી દીધી હતી. આ કારણે અરજદારનો CIBIL સ્કોર નબળો પડી ગયો હતો. અરજદારના વકીલોએ કોર્ટમાં કહ્યું કે જો તેને લોન નહીં મળે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે.