એસ.એફ.એસ. એજ્યુ. એક્સ્પો 2025ની તડામાર તૈયારીઓને આખરીઓપ: ઈસરોના ચેરમેન ડૉ. કિરણકુમારના હસ્તે ઉદ્ઘાટન
દેશની અનેક નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શિક્ષણવિદ્ો, રાજકીય અને ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવોની ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી તા. 1થી 5 ફેબ્રુઆરીના રોજ રેસકોર્સના મેદાનમાં લગભગ ત્રણ લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં આયોજિત જર્મન એ.સી. ડોમમાં અતિઆધુનિક સુવિધાઓ સાથે યોજાનાર ભવ્ય એજ્યુકેશન એક્સ્પોની તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ એજ્યુ. એક્સ્પોનું ઉદ્ઘાટન તા. 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 4-30 કલાકે ઈસરોના ચેરમેન ડો. કિરણકુમારના હસ્તે દેશની અનેક નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શિક્ષણવિદ્ો, રાજકીય અને ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થનાર છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં ઈસરોના ચેરમેન ડો. કિરણકુમાર સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ટ્રાન્સલેટ વૈદ્ય મુકુલભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ઉત્પલભાઈ જોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ બોઘરા, ભારતીય જનતા પાર્ટી રાજકોટના શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, ડો. અર્જુનસિંહ રાણા, નામાંકિત ઉદ્યોગપતિઓમાં મૌલેશભાઈ ઉકાણી, મનિષભાઈ માદેકા, મનસુખભાઈ પાણ, ચંદુભાઈ વિરાણી ઉપરાંત ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કિરીટસિંહ પરમાર, ડીપીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિતભાઈ પટેલ, કલેકટર ડો. પ્રભવભાઈ જોશી, મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા, પોલીસ કમિશનર રાજેશકુમાર ઝા, ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેકટર જયભાઈ મહેતા મારવાડી યુનિવર્સિટીના નરેશભાઈ જાડેજા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના રજિસ્ટાર ડો. અશોકભાઈ ચાવડા, દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પારુલ યુનિવર્સિટીના ચેરમેન દેવાંશુભાઈ પટેલ અને વિઝન આઈટીઆરના પ્રોજેક્ટ ડાયરેકટર પ્રો. પ્રબુદ્ધા ગાંગુલી ખાસ ઉપસ્થિત રહેનાર છે.
આ એક્સ્પોમાં લગભગ સમગ્ર ગુજરાતભરના શિક્ષણ જગત, સામાજિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક, રાજકીય અને તબીબી ક્ષેત્રના 5000થી વધુ મહાનુભાવો આ પાંચ દિવસીય કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેનાર છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અનેક વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને શિક્ષણ શાસ્ત્રીઓ પણ આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરનાર છે. આ પાંચ દિવસીય પ્રદર્શનનો સમય સવારે 9-30થી સાંજે 7-30 સુધી રાખવામાં આવેલ છે તેમજ રોજ રાત્રે 8-00થી 10-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકો તથા પ્રિપ્રાઈમરી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ તમામ કોલેજ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક મહાકુંભમાં ઉપસ્થિત રહીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આયોજનમાં સહભાગી બનવા તથા જુદી જુદી સ્પર્ધાઓ, સેમિનાર, વર્કશોપમાં ભાગ લેવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આહ્વાન કર્યું છે.