ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસોની યાદ અપાવતા ગુજરાતને તેમનું ‘બીજું ઘર’ ગણાવ્યું
વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિમાં મોઝામ્બિકન પ્રતિનિધિમંડળ સાથે ભાગ લેવા ગુજરાત આવેલા મોઝામ્બિકના ( Mozambique ) રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મહાત્મા મંદિર ખાતે મળ્યા હતા. ફિલિપ જેકિન્ટો ન્યુસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસોની યાદ અપાવતા ગુજરાતને તેમનું ‘બીજું ઘર’ ગણાવ્યું. તેમણે કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અમદાવાદમાં રહેતા હતા અને તેમના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસના પ્રારંભિક તબક્કાના તેઓ સાક્ષી હતા.
- Advertisement -
ગુજરાતના વર્તમાન વિકાસથી પ્રભાવિત હોવાનો ઉલ્લેખ કરતાં ફિલિપે જણાવ્યું હતું કે, ભારતના વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતના ઝડપી વિકાસે દેશ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બિયારણ અને એગ્રોટેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મોઝામ્બિક ( Mozambique ) માં મકાઈ, ચોખા, અડદ અને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ગુજરાતની કંપનીઓ મોઝામ્બિક ( Mozambique) ના કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે છે.
Gujarat CM Shri @Bhupendrapbjp and H.E. Mr.Filipe Jacinto Nyusi, Hon'ble President of Mozambique, the Partner Country for #VGGS2024, in a one-to-one meeting deliberated on bilateral trade cooperation as well as increasing interest by Indian companies to invest in a range of newer… pic.twitter.com/PK9zrLv7T9
— CMO Gujarat (@CMOGuj) January 9, 2024
- Advertisement -
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટને કારણે ગુજરાતનો વિકાસ દરેક માટે ઉદાહરણરૂપ બન્યો છે. આટલું જ નહીં આ સમિટની સફળતાથી પ્રેરિત થઈને ઘણા દેશોએ અહીં તેમના વ્યવસાયિક રોકાણો કર્યા છે અને તેમને તેમના દેશ અથવા રાજ્ય જેવું વાતાવરણ મળ્યું છે. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટથી માત્ર વેપાર-ઉદ્યોગનો જ નહીં સામાજિક ક્ષેત્રનો પણ વિકાસ થયો છે. આ શિખર સંમેલન બંધનનું માધ્યમ બની ગયું છે, જે દરેક સમિટમાં વિવિધ દેશોની સતત વધતી ભાગીદારી દ્વારા પણ સાબિત થાય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત એગ્રોફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર છે અને મોઝામ્બિક જેવા વિકાસશીલ દેશ માટે આ ક્ષેત્રે ભાગીદારીની તકો શોધવા માટે વાઈબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ છે. બેઠકમાં મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.