ઑનલાઈન જુગાર પર સૌથી મોટી કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, તેમણે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી મામલે 417 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ અને જપ્ત કરી લીધી છે. ઈડીના જણાવ્યા પ્રમાણે, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરે છે. આ કંપની દુબઈથી સંચાલિત છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઈડીએ હાલમાં જ કોલકાતા, ભોપાલ અને મુંબઈ જેવા શહેરોમાં મહાદેવ એપથી જોડાયેલ મની લોન્ડ્રિંગ નેટવર્ક વિરુદ્ધ મોટા પ્રમાણમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન મોટા પ્રમાણમાં આપત્તિજનક પુરાવા મળ્યા હતા.
- Advertisement -
ઈડીએ 417 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ/જપ્ત કરી લીધી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, મહાદેવ ઓનલાઈન બુક એપ ઞઅઊ થી ચલાવવામાં આવતી હતી. આ કંપનીના પ્રમોટર છત્તીસગઢના ભિલાઈના રહેનાર છે. મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લિકેશન ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઈટો માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરનાર એક પ્રમુખ સિન્ડિકેટ છે.