ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘરની સાથે ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં આવેલ એમના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે.
ઉત્તરાખંડથી મોટા સામચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘર પર દરોડા પાડ્યા છે આ સાથે જ મોટી કાર્યવાહી કરતાં ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ દરોડા પાડ્યા છે. જણાવી દઈએ કે 3 રાજ્યોમાં હરક સિંહ રાવતના 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે.
- Advertisement -
Enforcement Directorate is conducting raids over a dozen locations in Delhi, Chandigarh and Uttarakhand in an alleged forest scam case linked to former Uttarakhand Minister Harak Singh Rawat: Sources
— ANI (@ANI) February 7, 2024
- Advertisement -
આમાંથી એક કેસ જંગલની જમીન અને બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વિજિલન્સ વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હરક સિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. આ પછી હરક સિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા.
#WATCH | ED raids underway at the residence of former Uttarakhand minister Harak Singh Rawat in Dehradun. pic.twitter.com/93iMen6rfb
— ANI (@ANI) February 7, 2024
વર્ષ 2016માં હરક સિંહ રાવત સહિત કુલ 10 ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા.