– મુખ્યમંત્રી ભુપેશ બધેલ પર રાજકીય દબાણ
– પક્ષના ટોચના નેતાઓ ધારાસભ્યોના નિવાસ-ઓફિસ પર કાર્યવાહી: તા.24ના કોંગ્રેસના મહાઅધિવેશન યોજાવાનું છે
- Advertisement -
છતીસગઢમા આગામી તા.24થી ત્રણ દિવસ માટેના કોંગ્રેસ પક્ષના અધિવેશન અને વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે જ રાજયના કોલસા પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ વિભાગે આજે રાજયમાં કોંગ્રેસના અનેક નેતાઓ પર દરોડાનો દૌર શરુ કર્યો છે આજે સવારે એન્ફોર્સમેન્ટની ટીમ રાજયમાં 14 સ્થળો પર ત્રાટકી હતી અને કોંગ્રેસના નેતાઓના ઘર તથા ઓફિસની તલાશી લેવામાં આવી રહી છે.
છતીસગઢના પાટનગર રાયપુર સહિતના શહેરોમાં આ દરોડા ચાલી રહ્યા છે. આગામી તા.24થી રાજયમાં ત્રણ દિવસ માટે કોંગ્રેસના મહાઅધિવેશનમાં દેશભરમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ સહિત 10000થી વધુ સભ્યો ઉપસ્થિત રહેશે તથા તે કોંગ્રેસના માટે અત્યંત મહત્વનું ગણવામાં આવે છે.
દરોડામાં કોંગ્રેસના પ્રવકતા સહિતના વરિષ્ઠ નેતાઓ તથા ધારાસભ્યોને પણ નિશાન બનાવાયા છે. આ દરોડાના દોર વચ્ચે રાજયના મુખ્યમંત્રી ભુપેશ બધેલે તેમના નિવાસે એક તાકીદની બેઠક પણ બોલાવી હતી. રાજયમાં 2022માં પણ આ રીતે 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે આરોપ મુકયો કે પક્ષના અધિવેશન પુર્વે જ કરવામાં આવેલી કાર્યવાહી રાજકીય છે.
- Advertisement -