ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કેટલાક ધારાસભ્યોના ઘરે દરોડા પડયા છે. જ્યાં એક તરફ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઇડીએ સમન્સ મોકલ્યું હતું. જયારે બીજી તરફ કોંગ્રેસના MLAના ઘર અને તેમની સાથે જોડાયેલી જગ્યાઓ પર ઇડીએ દરોડા પાડયા છે.
ઝારખંડના કોંગ્રેસના MLA જયમંગલ સિંહ અને પ્રદીપ યાદવના ઘરે ઇડીના દરોડા પડયા છે. તેમણે આ દરોડાને લઇને ભાજપ પર નિશાનો સાધ્યો છે. મળેલા સમાચાર મુજબ, રાંચી અને બોકારો ગોડ્ડામાં ઇડીના 9 જગ્યાઓ પર દરોડા ચાલી રહ્યા છે, જેમાં કોલસા વેપારી અઝયકુમાર સિંહના ઘરે પણ ઇડીએ દરોડા પાડયા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, કોલસા વેપારી અઝયકુમાર MLA અનૂપ સિંહની નજીકના છે. કોંગ્રેસના નેતાઓ સિવાય રાંચીના ન્યૂક્લિયસ મોલના માલિક વિષ્ણુ અગ્રવાલથી જોડાયેલી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ બધી જગ્યાએ તપાસ માટે ઇડીની ટીમ 8 ગાડી લઇને પહોંચી ગઇ છે.
જે બીજેપીની વાત નહીં માને તેમના ઘરે રેડ પડશે: MLA જયમંગલ સિંહ
કોંગ્રેસના MLA જયમંગલ સિંહએ ઇડીની રેડમાં આપેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ઇડીની રેડ ચાલી રહી છે. હું બેરમોના ઘરે અને પટનાના ઘરે રેડ ચાલી રહી છે. જે નેતા ભાજપની વાત નહીં માને તેમના ત્યાં રેડ પાડવામાં આવશે. હું સંપૂર્ણ રીતે સહયોગ આપી રહ્યો છું.
- Advertisement -