તેલંગણામાં 30 નવેમ્બરના યોજાનારી વિધાનસભા ચુંટણી પહેલા ઇડીના અધિકારીઓએ કોંગ્રેસના ઉમ્મેદવાર પી શ્રીનિવાસ રેડ્ડીના ઘર તેમજ ઓફિસે રેડ પાડી છે. રેડ્ડી ખમ્મસ જેલિલાના પલેયર વિધાનસભઆ ક્ષેત્રથી ચુંટણી લડી રહ્યા છે. મળેલા સમાચાર અનુસાર, રેડ્ડી આજે આજે પોતાનું નામાંકન પત્ર ભરવાના હતા.
કોંગ્રેસ નેતાના સમર્થકોએ ખમ્મસમાં તપાસના વિરોધમાં નારા બોલ્યા હતા. રેડ્ડીએ એક સંમ્મેલનમાં સંકેત આપ્યો હતો કે, આયકર વિભાગ અને ઇડી જેવી કેન્દ્રિય એજન્સિઓ તેમને નિશાન બનાવીને રેડ પાડી શકે છે.
- Advertisement -
#WATCH | Khammam, Telangana: Income Tax raid underway at the residence of Ponguleti Srinivas Reddy.
Ponguleti Srinivas Reddy is the Congress MLA candidate from Palair constituency in Khammam district. He has recently joined Congress from BRS. pic.twitter.com/FUAcOj5ijJ
— ANI (@ANI) November 9, 2023
- Advertisement -
રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રિય એજન્સીઓ કોંગ્રેસ નેતાઓ પર પોતાની તપાસ કેન્દ્રિત કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, તેલંગણામાં સત્તામાં આવેલી બીઆરએસ સરકાર તેમજ ભાજપે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર હુમલામાં મિલીભગત કરી છે.
રેડ્ડીએ કહ્યું હતું કે, હું પોતાના બધા કાર્યકર્તાઓને વિનંતી કરૂ છું કે, કોઇ પણ ટ્રાન્ઝેક્શન ના કરે. કારણકે તેઓ મને અને મારી કંપનીઓને પણ હેરાન કરી શકે છે. છેલ્લા અઠવાડિયે આયકર અધિકારીઓએ મહેશ્વરમ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ ઉમેદવાર લક્ષ્મી રેડ્ડી અને બડાંગપેટ નગર નિગમના મેયર ચિગુરિંથા પારિજાત નરસિમ્હા રેડ્ડીના ઘરની તપાસ કરી હતી.