એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અતીક અહેમદે ગુનામાંથી કમાયેલા કાળા નાણાંથી એક હજાર કરોડથી વધુનું આર્થિક સામ્રાજ્ય બનાવ્યું છે
ઉત્તરપ્રદેશમાં અતીક અહેમદની એન્ટ્રી થતા જ ED એક્શનમાં મોડમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે, ઉમેશ પાલ હત્યા કેસમાં નામ આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા અતીક અહેમદ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે અતીક અહેમદને ગુજરાત જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હવે અતીક અહેમદની યુપીમાં એન્ટ્રી થતાં જ EDએ તેની સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજમાં EDએ અતીકના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
- Advertisement -
માફિયા અતીક અહેમદ બુધવારે સવારે ઝાંસી થઈને યુપીમાં પ્રવેશ્યો હતો. આ પ્રવેશ પહેલા જ માફિયાઓના અડ્ડા પર જોરશોરથી કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, હાલ પણ પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના સ્થળો પર EDના દરોડા ચાલુ છે. પ્રયાગરાજમાં અતીકના અડધો ડઝનથી વધુ નજીકના મિત્રોના ઠેકાણાઓની શોધ કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અતીક અહેમદે ગુનામાંથી કમાયેલા કાળા નાણાંથી એક હજાર કરોડથી વધુનું આર્થિક સામ્રાજ્ય બનાવ્યું છે.
UPમાં અતીક અહેમદની એન્ટ્રી થતા જ ED એક્શનમાં
મહત્વનું છે કે, આ સમગ્ર કાર્યવાહી જોઈન્ટ ડાયરેક્ટ EDના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે અને તેમની કાર્યવાહી દરમિયાન આ ઓળખાયેલા લક્ષ્યો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. EDએ માફિયાઓની 150 કરોડથી વધુની સંપત્તિની ઓળખ કરીને કાર્યવાહી તેજ કરી છે. ED આ કાળું નાણું જલ્દી જપ્ત કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. કાર્યવાહી દરમિયાન EDના જોઈન્ટ ડાયરેક્ટર જિતેન્દ્ર કુમાર સિંહ પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા. જોઈન્ટ ડાયરેક્ટરના નેતૃત્વમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
CGM કોર્ટમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સુનાવણી
આ તરફ આજે એટલે કે બુધવારે પ્રયાગરાજની CGM કોર્ટમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સુનાવણી થશે. આ મામલામાં અતીક અહેમદના ભાઈ અશરફ અહેમદની પત્ની ઝૈનબ ફાતિમાને પણ આરોપી બનાવવામાં આવી છે. જેને લઈ અતીક અહેમદ અને અશરફ અહેમદને આ કેસમાં પ્રોડક્શન માટે પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યા છે. જ્યારે અતીક અહેમદની પત્ની અને પુત્ર પણ આ કેસમાં આરોપી છે, જેઓ હજુ ફરાર છે.
- Advertisement -