ભારતમાં 65 ટકા વસ્તી 35 વર્ષની ઉંમરથી નીચે છે !
વિદ્યાર્થીઓ ગમે તેમ ગ્રેજયુએટ તો બની જાય છે પણ સ્કીલ વિના, જેથી નોકરી મળતી નથી
- Advertisement -
ધી ઇકોનોમિક સર્વે 2023-24 મુજબ ભારતના 49 ટકા ગ્રેજયુએટસ નોકરીને લાયક નથી. વિદ્યાર્થીઓ ગ્રેજયુએટ તો થઇ જાય છે, પરંતુ તેમનામાં હોશિયારી નથી હોતી કે તેમને નોકરી મળે.
2024ની 22 જુલાઇએ પાર્લમેન્ટમાં આ સર્વે આપવામાં આવ્યો હતો જેમાં ટ્રેઇનિંગની સાથે સ્કીલ ડેવલપમેન્ટની વાત પણ કરવામાં આવી હતી. દુનિયાભરના દેશોમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ હોય એમાં ભારતનો પણ ક્રમ છે.
ભારતની 65 ટકા વસ્તી 35 વર્ષની ઉંમરથી નીચેની છે. ભારતનો ટાર્ગેટ 2025 સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી પર પહોંચવાનો છે. આથી એ ટાર્ગેટ પર પહોંચવા માટે યુવાનો પાસે નોકરી હોવી જરૂરી છે અને એ માટે સ્કીલ મહત્વની છે.
- Advertisement -
2024ની શરૂઆતમાં 20થી 24 વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દર 44.49 ટકા હતો. એક સર્વે મુજબ ફકત 2.2 ટકાને ટ્રેઇનિંગ આપવામાં આવે છે અને 8.6 ટકાનો નોર્મલ ટ્રેઇનિંગ આપવામાં આવે છે એથી આ ટ્રેઇનિંગ દરમાં વધારો કરવામાં આવે એ જરૂરી છે.




