બેટ-દ્વારકા મંદિરની દુર્દશા પાછળ દાનવ સમીર પટેલની દુર્બુદ્ધિ
એક કથા અનુસાર ચંડ અને મુંડ નામના બે રાક્ષસોની જોડીએ ધરતી પર આતંક મચાવી દીધો હતો. પદના નશામાં મદ ચંડ અને મુંડ જેવા રાક્ષસોની જોડી ફરી કળિયુગમાં પ્રગટ થઈ છે. બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદીયાણીની જોડી રાક્ષસો ચંડમુંડ જેવી છે જેણે ભેગા મળીને બેટ-દ્વારકા મંદિરમાં આર્થિક-વહિવટી આંતક મચાવ્યો છે. સમીર પટેલ મુન્નાભાઈ છે તો દિનેશ બદીયાણી તેનો સર્કીટ છે.
- Advertisement -
સમીર પટેલ ક્યારેક-ક્યારેક જ બેટ-દ્વારકા આવે છે, અમદાવાદમાં બેઠાબેઠા તેઓ દિનેશ બદીયાણીનો દોરીસંચાર કરી બેટ-દ્વારકા મંદિરમાંથી કરોડો રૂપિયાની ગોલમાલ કરી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સમીર પટેલના બધા કાળો કામોના ભાગીદાર-જાણકાર દિનેશ બદીયાણી છે. આવનારા સમયમાં ચંડમુંડની જોડી જેવા સમીર પટેલ અને દિનેશ બદીયાણીના પાપનું આખું પોટલું ખોલી વિસ્તૃત અહેવાલ પ્રગટ કરવામાં આવશે. અનુસંધાન પાના નં. 2 પર
- Advertisement -
મંદિરના વિકાસાર્થે યાત્રાળુઓ પાસેથી પૈસા અને ખમતીધર પાસેથી દાન લઈ પોતાના ખિસ્સાં ભરવામાં જ ટ્રસ્ટીથી લઈ ઈન્ચાર્જ વ્યસ્ત-મસ્ત
ટ્રસ્ટીઓના પાપનું પરિણામ : બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટ પાસે અબજો રૂપિયાની સંપત્તિ છતાં મંદિરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ