ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોબાયોટીક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોબાયોટીક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ઘણી વખત એવું જોવા મળે છે કે દહીં ખાધા પછી લોકોને પિમ્પલ્સ, ત્વચાની એલર્જી અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ કેટલાક લોકોને દહીં ખાધા પછી શરીરમાં ખૂબ ગરમી લાગે છે. આવો જાણી દહીં સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ વાતો સાથે તમારે રોજ દહીંનું સેવન કરવું જોઈએ કે નહીં.
- Advertisement -
દહીં ખાધા બાદ શા માટે વધી જાય છે બોડી હિટ?
બાળપણથી જ આપણે બધા જાણીએ છીએ કે દહીંમાં ઠંડકનો ગુણ હોય છે. પરંતુ આયુર્વેદ મુજબ દહીંનો સ્વાદ ખાટો હોય છે અને તેની તાસીર ગરમ હોય છે. ઉપરાંત, તે પાચન માટે ખૂબ જ ભારે માનવામાં આવે છે. તે પિત્ત અને કફ દોષમાં ખૂબ હાઇ હોય છેતેથી જરૂરી છે કે તમે દહી ખાતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમે યોગ્ય રીતે દહીંનું સેવન કરો છો, તો તમને તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક નહીં બને.
કેવી રીતે ખાવુ દહીં
ઉનાળાની ઋતુમાં રોજ દહીં ખાવાને બદલે છાશનું સેવન કરવું જોઈએ. તેમાં કાળું મીઠું, કાળા મરી અને જીરું ઉમેરીને પી શકો છો. જ્યારે દહીંમાં પાણી ભેળવવામાં આવે છે, ત્યારે તે દહીંના ગરમ તાસીરને બેલેન્સ કરે છે. દહીંમાં પાણી ઉમેરવાથી તેની ગરમી ઓછી થાય છે અને ઠંડકની અસર થાય છે.
- Advertisement -
આ સાથે જરૂરી છે કે તમે દહીને ગરમ કર્યા પછી ન ખાઓ. આમ કરવાથી દહીંના તમામ પોષક તત્વો નાશ પામે છે. ઉપરાંત, જો તમે જાડાપણા અથવા કફ દોષથી પીડિત હોય તો દહીંનું સેવન ટાળો. આયુર્વેદ મુજબ દહીંને ફળોમાં મિક્સ કરીને પણ ન ખાવું જોઈએ. આમ કરવાથી તમારે પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
રોજ દહીં ખાવાથી થાય છે નુકસાન
કહેવાય છે કે, જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારે રોજ દહીંનું સેવન ન કરવું જોઈએ. જો પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, તો તમારે દહીં ખાવાથી કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તમે રોજ એક કપથી વધુ દહીંનું સેવન કરો છો ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે માત્ર એક કપ દહીં ખાઓ છો, તો તેનાથી તમને નુકસાન નથી થતું.