પાછલા લેખમાં આપણે ભૂમિ (જમીન)માંથી આવતી નકારાત્મક ઉર્જાની અસર સજીવ અને નિર્જીવ વસ્તુઓ પર કેવી પડે છે તેની વિગતવાર ચર્ચા કરી હતી. આ અંકમાં નકારાત્મક ઉર્જા ઉદ્દભવવાનાં કુદરતી તથા માનવસર્જીત કારણો વિશે સમજીએ.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
કલ્પના કરો કે આપ બિમાર છો અને હોસ્પિટલમાં આપને રોજ 10 થી 12 ઈન્જેક્શન હાથ પર આપવામાં આવે છે આપ એક જ દિવસમાં અનુભવશો કે જે જગ્યાએ હાથ પર ઈન્જેક્શન લગાવે છે ત્યાં સૂજન કે લાલ ચકામાં થઈ જાય છે.
હવે વિચારો આ પૃથ્વી પર આપણે દરરોજ પાણી માટે કેટલા બોરિંગ, કુવાઓ કરીએ છીએ, રોડ રસ્તાઓ બનાવવા માટે કેટલી ટનલ-ખોદકામ કરતા હોઈએ છીએ અને કોલસાથી લઈ અન્ય ખનીજોની જરૂરિયાત પૂર્ણ કરવા કેટલું માઈનિંગ કામ દરરોજ ચાલતું હોય છે, ઉપરાંત ઊંચી બિલ્ડિંગોના મલ્ટીલેવલ બેઝમેન્ટ પાર્કિંગ બનાવવા માટે જમીન ખોદકામની પ્રક્રિયા આજના સમયમાં સાવ સામાન્ય થઈ ગઈ છે. જેની નકારાત્મક અસરો અદૃશ્ય રીતે આપણે ક્યાંય ને ક્યાંય ભોગવતા હોઈએ છીએ, અને આ અસરોને પરિણામે પૃથ્વીનો બળવો કે બિમારીની અવસ્થા એટલે જીઓપેથિક સ્ટ્રેસ. આ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યો છે. જીઓ એટલે પૃથ્વી અને પાથોસ એટલે કે બિમારી કે બગાડ.
20મી સદીની મધ્યમાં યુરોપની અંદર આ જમીનમાંથી આવતી ઉર્જાઓ વિશે ઘણાં સંશોધનો થયા, જેમાં મુખ્યત્વે ડો. હાર્ટમેન, ડો. મેનફેડ કરી, ડો. વિટમેન અને એન્ટોન બેન્કર વગેરેએ આ પ્રકારની ઉર્જાઓ વિશે વિશ્ર્વને ઘણી મહત્ત્વપૂર્ણ જાણકારી આપી. તેઓએ અનુભવ્યું કે કોઈ ચોક્કસ કારણ વગર નિયત વિસ્તારમાં વ્યક્તિઓ વારંવાર બિમાર રહેતાં હતા તથા સારવારની અસર તેમને બરાબર થતી ન હતી, આવા અસામાન્ય શારિરિક પ્રતિભાવને લઈને તેઓને વિચાર આવ્યો કે ક્યાંય તેમની રહેવાની જગ્યામાં તો કોઈ સમસ્યા નથી ને?
તેમનાં સંશોધનોમાં તેઓએ અનુભવ્યું કે જમીનમાંથી આવતી ઉર્જાઓ ખુબ જ શક્તિશાળી હોય છે જેની મનુષ્ય જીવન પર સકારાત્મક, નકારાત્મક કે તટસ્થ અસરો પડતી હોય છે. આ એનર્જી આપની જમીન, બારી, દરવાજા કે દિવાલમાંથી પસાર થઈ શકે છે, તેઓએ આ પ્રયોગો દરમિયાન જોયું કે દિવસ અને રાત્રિના અલગ-અલગ સમયગાળા દરમ્યાન આ સ્ટ્રેસ લાઈનની તીવ્રતા અને અસરમાં વધ-ઘટ થતી હોય છે. તેઓને અલગ-અલગ ઋતુચક્રમાં પણ આ સ્ટ્રેસ લાઈનનાં વિસ્તારમાં નોંધપાત્ર ફેરફાર જણાયો.
- Advertisement -
તેઓ આવી નકારાત્મક ઉર્જાની લાઈન કે બે લાઈનનાં જંક્શન પર વ્યક્તિનો સુવાનો બેડ (પલંગ) ના આવે તેનું ખાસ ધ્યાન રાખતા અને બિમાર વ્યક્તિઓને તેમનો બેડરૂમ કે પલંગની જગ્યા બદલાવવાનું સૂચન કરતાં જેના ચમત્કારીક પરિણામો સ્વાસ્થ્ય સુધારા રૂપે જોવા મળ્યા હતાં.
એક વાત સમજીએ કે આ ઉર્જા અદૃશ્ય છે. તેને માપવા-સમજવા માટે નિષ્ણાંતોની સહાય લેવી પડતી હોય છે. આ ઉપરાંત આ ઉર્જાની અસર લાંબાગાળે જોવા મળતી હોય છે. મનુષ્યના સ્વાસ્થ્ય પર તથા રોગપ્રતિકારક શક્તિ પર તેની સીધી અસર જોવા મળે છે.
સામાન્ય રીતે પૃથ્વી પર આવતી આ નકારાત્મક ઉર્જા જીઓપેથિક સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે જે કુદરતી અને માનવસર્જીત એમ બે પ્રકારે ઉદ્દભવે છે. અનુસંધાન પાના નં. 5 પર
જમીનની પેટાળમાં એવી જબરદસ્ત ઉર્જા નીકળે છે કે ક્યારેક તે પહાડોને પણ ચીરી નાંખે છે! કલ્પના કરો જો આ ઉર્જા તમારા ઘર, ઓફિસ કે કારખાનાની જમીન નીચેથી પસાર થાય તો તમારા સ્વાસ્થ્યની શું હાલત થશે?
- Advertisement -
જીઓપેથિક સ્ટ્રેસ ઉદ્દભવવાનાં બે મુખ્ય કારણ અને તેના વિશે વિસ્તૃત સમજુતી
કુદરતી કારણો
- પૃથ્વીના પેટાળમાં પોલાણો રહેલ છે.
- પૃથ્વીની નીચેથી પસાર થતાં પાણીના સૂક્ષ્મ તથા મોટા જળસ્તરો.
- પૃથ્વીની અંદર સતત ચાલતી ખનિજ બનવાની પ્રક્રિયા.
- પૃથ્વીનું પોતાનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર.
- ઉપરોક્ત તમામ કારણોને લઈને ઉર્જા બહાર આવતી હોય છે.
માનવસર્જીત કારણો
- જમીનની અંદર કરવામાં આવતા બહોળા પ્રમાણનું શારકામ.
- રોડ-રસ્તાઓના વિકાસ અર્થે મોટા ટનલ કે મોટા બ્રીજની નિર્માણ પ્રક્રિયા માટેનું ખોદકામ.
- જમીનની અંદર ચાલતી વાહન વ્યવહારની વ્યવસ્થા જેવી કે અંડર ગ્રાઉન્ડ મેટ્રો.
- માનવ દ્વારા નિર્મિત ગંદા પાણીનું પૃથ્વીની અંદર જવું વગેરે.
પ્રાચીન સમયમાં ઘરને ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીથી લિંપણ કરવાની પ્રથા હતી, જે ઘરને બાહ્ય વિકરણોથી સુરક્ષિત રાખતા
ગાયની અંદર જમીનમાંથી આવતી શુભાશુભ ઉર્જા પારખવાની અદ્દભૂત શક્તિ છે : ભૂતકાળમાં જે જગ્યા પર ગૌશાળા રહી હોય ત્યાં ઘર બનાવવું શુભ રહેશે
પ્રાચીન સમયના નિષ્ણાંતો ભૂમિ અને મનુષ્ય વચ્ચે ઉર્જાનું સંતુલન કેવી રીતે કરવું તે બાબતે ઘણા સંવેદનશીલ હતા અને તેથી જ તેઓ ભૂમિનો પ્રકાર, આકાર, ઢોળાવ અને લંબાઈ પહોળાઈ તથા ઊંચાઈને નિર્ધારીત કરતા હતા, પરંતુ સૌ પ્રથમ ભૂમિ પસંદગી માટે વિવિધ પરિમાણો નિર્ધારીત કર્યા હતા, ધર્મ અને ધાર્મિક પ્રયોગો દ્વારા તેને રોજ બરોજના જીવનમાં જોડી તેનો મહત્તમ લાભ ઉઠાવવામાં આવતો.
સંસ્કૃતિએ સમાજની તત્કાલીન વ્યવસ્થાનું પ્રતિબિંબ દર્શાવે છે વર્ષો પહેલાં જ્યારે ભૂમિ પરિક્ષણ કરવા માટે સાધનો ન હતા ત્યારે ભારતવર્ષ અને પશ્ર્ચિમના જગતમાં પણ પ્રાણીઓનો ઉપયોગ જમીનની શુદ્ધતા ચકાસવામાં કરવામાં આવતો હતો.
આપણે સૌ જાણીએ છીએ કે ગાય આપણી સંસ્કૃતિનું સૌથી પૂજનીય પ્રાણી છે. કુદરતે તેમને જમીનની ઉર્જા ઓળખવાની અદ્દભૂત શક્તિ આપેલ છે ઉપરાંત ગાયના ગોબર, ગૌમુત્ર એટલી શક્તિ ધરાવે છે કે જમીન તથા વાતાવરણમાંથી આવતી હાનિકારક ઉર્જા રોકે છે એટલે જ પ્રાચીન સમયમાં ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીથી લિંપણ કરવાની પ્રથા હતી, જે ઘરને બાહ્ય કિરણોત્સર્ગથી સુરક્ષિત રાખતા.
જે તે સમયે લોકો પાસે વિપુલ પ્રમાણમાં પશુધન હતું, ઘર ક્યાં બનાવવું તે નક્કી કરવા માટે જે જગ્યા પર બાંધકામ કરવાનું હોય ત્યાં ગાયોને છૂટી મૂકી દેવામાં આવતી, સામાન્ય રીતે જે જગ્યાએ કોઈ રેડીએશન નહીં હોય ત્યાં જ ગાય બેસશે સામાન્ય રીતે રેડીએશન વાળી લાઈન અથવા જગ્યા પર ગાય જશે નહીં. તેથી તે લોકો જે જગ્યા પર ગાય બેસે ત્યાં બાંધકામ કરી ઘર બનાવતા.
પશ્ર્ચિમી યુરોપિઅન શૈલીમાં પણ તેઓ ઘેંટાની વર્તણૂંકના આધારે નક્કી કરતા કે કઈ જગ્યાએ ઘર બનાવવા.
ઘેંટા પણ નકારાત્મક ઉર્જા વાળી જગ્યા પર બેસશે નહીં. તેમજ જમીનમાંથી આવતી ઉર્જા ઓળખી રેડીએશન લાઈન અથવા જગ્યા પરનું ઘાસ કે વનસ્પતિ ખાશે નહીં. તેથી તે લોકો નક્કી કરી શકતા હતા કે કઈ જગ્યા ઘર બનાવવા માટે યોગ્ય છે અને કઈ જગ્યા ઘર બનાવવા માટે યોગ્ય નથી.
ગાય, ઘોડો, કૂતરો અને ઘેંટા જમીનની ઉર્જા પ્રત્યે સંવેદનશીલ પ્રાણીઓ છે અને હંમેશા જ્યાં સારી ઉર્જા મળતી હોય ત્યાં રહેવાનું પસંદ કરે છે.
કીડી, નાની જીવાતો, સાપ, બિલાડી નકારાત્મક ઉર્જાવાળી જગ્યા પર જવાનું વધારે પસંદ કરે છે.
માછલીઓ અને પક્ષીઓ દિશા નિર્દેશ માટે પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોય છે.