પાંચથી સાત સેકંડ સુધીનો આંચકો અનુભવાતા લોકો ભયભીત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે 10:19 મિનિટે ભૂકંપના અચકાનો અનુભવ થયો હતો. રાત્રીના સમયે અચાનક ધરતી ધ્રુજવા લાગતા ભૂકંપના આંચકાની અનુભવ થયો હતો. 10:19 કલાકે અચાનક આવેલા ભૂકંપનો આંચકો આશરે પાંચથી સાત સેકંડ સુધીનો હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની 4.2 તીવ્રતા નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનના જોધપુરથી 98 કિલોમીટર દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈ કાલે દેવ દિવાળી નિમિત્તે રાત્રીના સમયે આ પ્રકારનો સામાન્ય ભૂકંપ અનુભવતા અનેક લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી ગયા હતા