ખાસ-ખબર સંવાદદાતા
લદ્દાખમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
લદ્દાખના કારગીલમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી અને ભૂકંપ લદ્દાખથી 401 કિમી ઉત્તરમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
- Advertisement -
જમ્મુ અને કાશ્મીરમાં 17 જૂને બપોરે 2:30 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિમી ઊંડે હતું.
આ ભૂકંપ બાદ લેહમાં બીજો ભૂકંપ અનુભવાયો જે 17 જૂનની રાત્રે 09:44 વાગ્યે આવ્યો. તેની તીવ્રતા 4.5 હતી. આ ભૂકંપનું કેન્દ્ર લેહમાં લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ત્રીજા ભૂકંપની વાત કરીએ તો તે જમ્મુ-કાશ્મીરના ડોડામાં આગલી 11 મિનિટ પછી એટલે કે સવારે 9.55 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 4.4ની તીવ્રતા માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ચોથો ભૂકંપ જેની તીવ્રતા 4.1 હતી રવિવારે સવારે 2.16 વાગ્યે ઉત્તરપૂર્વ લેહમાં અનુભવાયો હતો. આ બાદ રવિવારે સવારે 3.50 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કટરામાં પાંચમો અને છેલ્લો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ફરી 4.1 હતી. રાહતની વાત એ છે કે આ આંચકાઓને કારણે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.