સોમવારે તુર્કીયેમાં ફરી એકવાર અનુભવાયા આંચકા અનુભવાયા, સવારે 4 વાગ્યે ધરતી ધ્રુજી ઉઠી, હજી સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નહીં
આ વર્ષે તુર્કીયેમાં આવેલા વિનાશક ભૂકંપ પછી પણ ભૂકંપ સંબંધિત પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે. આ તરફ આજે એટલે કે સોમવારે તુર્કીયેના અફસીનથી દક્ષિણ-પશ્ચિમમાં 23 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
- Advertisement -
અફસીન તુર્કિયેનું એક શહેર છે. આજે સવારે 4.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં તુર્કીયે અને સીરિયામાં 7.0ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. બંને દેશો સહિત 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને લાખો લોકો ઘાયલ થયા હતા. જોકે ભારત સહિત અનેક દેશોએ તુર્કીયેમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ભારતે તુર્કીયેને ઘણી મદદ કરી હતી.
4.0 magnitude earthquake hits Afsin, Turkey
Read @ANI Story | https://t.co/JtlotUuqal#Earthquake #Afsin #Turkey pic.twitter.com/0IfRDrB7kf
- Advertisement -
— ANI Digital (@ani_digital) April 17, 2023
ઈન્ડોનેશિયામાં પણ આવ્યો હતો ભૂકંપ
શુક્રવારે ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવા અને પર્યટન દ્વીપ બાલીના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા અને લોકો ગભરાઈ ગયા હતા. જોકે કોઈ મોટી જાનહાની કે જાનમાલના નુકસાનના તાત્કાલિક સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે ઈન્સ્ટિટ્યૂટે અહેવાલ આપ્યો છે કે, ભૂકંપનું કેન્દ્ર પૂર્વ જાવા ટાપુ પર તટીય શહેર ટુબાનથી 96.5 કિલોમીટર ઉત્તરમાં 594 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેની તીવ્રતા 7.0 હતી
ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને જીઓફિઝિકલ એજન્સીએ જણાવ્યું હતું કે, સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ આફ્ટરશોક્સની ચેતવણી આપવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે, ભૂકંપની પ્રાથમિક તીવ્રતા 6.6 હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં મધ્ય જાવા, યોગકાર્તામાં મકાનો અને ઈમારતો કેટલીક સેકન્ડો સુધી ધ્રૂજતા અને લોકો ડરીને તેમાંથી બહાર દોડી રહ્યા છે.