અફઘાનિસ્તાન હજુ તો ગયા શનિવારે આવેલા ભૂકંપથી બહાર નથી આવ્યું ત્યાં તો આજે સવારે ફરી અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા રિકટલ સ્કેલ પર 6.1ની માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાન સિવાય ભૂકંપના આંચકા તુર્કમેનિસ્તાન અને ઇરાનની બોર્ડર પર અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.1ની તીવ્રતાની હતી. આ ભૂકંપ આજે સવારે 6 : 11 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 10 કિલોમીટર હેઠળ હતું.
- Advertisement -
An earthquake with a magnitude of 6.1 on the Richter Scale hit Afghanistan at 06:11 am today: National Center for Seismology pic.twitter.com/ta7McYoN8n
— ANI (@ANI) October 11, 2023
- Advertisement -
ભૂકંપમાં 4,000 લોકોની મૃત્યુ
ગયા શનિવારે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ભારે તબાહી થઇ હતી. તાલિબાનની તરફથી આપેલી માહિતી અનુસાર, પશ્ચિમના વિસ્તારમાં આવેલા આ ભૂકંપમાં 4,000થી વધારે લોકો માર્યા ગયા છે. આ સિવાય 1,300થી વધારે ઘર કાટમાળમાં ફેરવાઇ ગયા હતા.