ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ દિગ્ગજોની ગુજરાતમાં અવરજવર વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. અહીં તેઓ ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં 15,670 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
The change in Gujarat in the past 2 decades, in the field of education, is unprecedented. 20 yrs ago, 20 out of 100 children didn't go to school. A large number of those who used to go to school used to drop out by the time they reached std 8. The situation of girls was worse: PM pic.twitter.com/Gj7mXMrzDW
- Advertisement -
— ANI (@ANI) October 19, 2022
પહેલાં એવા ગામો હતા કે જ્યાં છોકરીઓને શાળાએ ન હોતી મોકલાતી: વડાપ્રધાન
- Advertisement -
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘પહેલાં એવા ગામો હતા કે જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં ન હોતી આવતી. આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં થોડા જ શિક્ષણ કેન્દ્રો ઉપલબ્ધ હતા. ત્યાં વિજ્ઞાન શીખવવાની કોઈ સુવિધા જ ન હોતી. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલ જ ન હોતા જતા. ઘણા વિદ્યાર્થીઓ માત્ર 8માં ધોરણ સુધી જ માંડ-માંડ ભણતા હતા.’
Recently, the nation has entered the fifth generation (5G) era of mobile & internet services. We have used internet services up to 4G so far. Now, 5G is about to bring a major change: PM Narendra Modi at the launch of the Mission Schools of Excellence in Gandhinagar, Gujarat pic.twitter.com/2bCTefWywX
— ANI (@ANI) October 19, 2022
હવે 5G દેશમાં એક મોટું પરિવર્તન લાવશે: વડાપ્રધાન મોદી
PM મોદીએ ગાંધીનગરથી મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સના લોકાર્પણ દરમ્યાન સંબોધન કરતા કહ્યું ‘તાજેતરમાં જ ભારતે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓની પાંચમી પેઢી (5G) યુગમાં પ્રવેશ કર્યો છે. અમે અત્યાર સુધી 4G સુધી ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે, 5G એક મોટું પરિવર્તન લાવશે.’
Gujarat | Prime Minister Narendra Modi launches the Mission Schools of Excellence in Gandhinagar. pic.twitter.com/4Jor9uqo1c
— ANI (@ANI) October 19, 2022
ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સનું વડાપ્રધાન મોદીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીનું સ્વાગત કર્યું.