રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત 11 ગ્રામ પંચાયત ભવનનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
રૂપિયા 1.80 કરોડના ખર્ચે માખીયાળા, ભાંખ, મજેઠી, ખાખીજાળીયા, વડેખણ, રબારીકા, તલગણા, ખારચીયા, ઢાંક, કોલકી અને વડાળી ગામમાં ગ્રામ પંચાયત ભવનો બનાવવામાં આવ્યા છે. જેના કારણે ગામડાઓને આધુનિક સુવિધાવાળા પંચાયત ભવનની સુવિધા પ્રાપ્ત થવાની સાથે ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અન્ય ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.