રૂા. 334.33 કરોડના ખર્ચે નિર્માણ કરાયું
રૂડા દ્વારા રૂા. 90.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 728 આવાસોનું લોકાર્પણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ એક યાદીમાં જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂા. 334.33 કરોડના ખર્ચે વિવિધ 6 સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના 3526 આવાસોનું ઈ-લોકાર્પણ તા. 30-09 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે કરવામાં આવનાર છે.
આ ઉપરાંત તથા એમઆઈજી પ્રકારના 929 આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી. હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે વિવિધ 6 સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓમાં ઈસ્ટ ઝોનમાં રૂા. 88.97 કરોડના ખર્ચે બનેલા ઈડબલ્યુએસ-આઈ કેટેગરીના 1538 આવાસ, વેસ્ટ ઝોનમાં રૂા. 13.24 કરોડના ખર્ચે બનેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઈડબલ્યુએસ-આઈઆઈ કેટેગરીના 144 આવાસ, પાળ રોડ પર રૂા. 99.36 કરોડના ખર્ચે બનેલા એલઆઈજી કેટેગરીના 864 આવાસ તથા રૂા. 36.42 કરોડના ખર્ચે બનેલા એમઆઈજી કેટેગરીના 272 આવાસ, નાનામવા રોડ પર ભીમરાવ ચોક પાસે રૂા. 33.87 કરોડના ખર્ચે બનેલા એમઆઈજી કેટેગરીના 260 આવાસ અને શીતલ પાર્ક 150 ફુટ રીંગ રોડ પાસે રૂા. 62.47 કરોડના ખર્ચે બનેલા એમઆઈજી પ્રકારના 448 આવાસોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં બી.એલ.સી. હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થનાર છે તેમજ રૂડા દ્વારા 90.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 728 આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે.