ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી ડો. શ્યામાપ્રસાદ મુખરજી જીવન અને વિચાર વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટી એ એક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે વણાયેલી પાર્ટી છે ત્યારે જનસંઘ થી લઈ વર્તમાન ભારતીય જનતા પાર્ટી સુધી અનેક પાર્ટીના ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોએ અનેક આંદોલન અને અવિરત સંઘર્ષ કરી પોતાની જાતને ગુજરાત અને દેશ માટે સમર્પિત કરી છે ત્યારે અટલબીહારી બાજપાઈજી જેવા અનેક મહાનુભાવો ઘ્વારા અગીયાર સભ્યોથી સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને જે.પી. નડ઼ાજીના નેતૃત્વમાં ૧૭ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈ–ચિંતન અભ્યાસવર્ગ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તા.૨૫ જૂન ઈચિંતન અભ્યાસવર્ગ નો પ્રારંભ થયેલ છે ત્યારે આવતીકાલે તા. ૯ જુલાઈ– શુક્રવારે સાંજે ૭:૦૦ થી ૮ઃ૩૦ કલાક અને ત્યારબાદ ૧૬ જુલાઈ, ૨૩ જુલાઈ અને ૩૦ જુલાઈ એટલે કે દર શુક્રવારે સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ કલાક આ અભ્યાસવર્ગ યોજાશે, જેમાં જુદા–જુદા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ જુદા જુદા વિષયો ઉપર પ્રદેશ ભાજપ ધ્વારા જુદા-જુદા વક્તાઓ ધ્વારા વકતવ્ય આપવામાં આવશે, તે અંતર્ગત આવતીકાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તા.૯ના શુક્રવારના રોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી ઈચિંતન વર્ચ્યુઅલ અભ્યાસવર્ગ યોજાશે, જેમાં શહેર ભાજપના વિવિધ શ્રેણીના ૪૦૦ જેટલા કાર્યકર્તાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે, આ ઈચિંતન વર્ચ્યુઅલ અભ્યાસવર્ગમાં ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી જુનાગઢ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ ઘ્વારા ઉપસ્થિત રહી ‘ડો. શ્યામાપ્રસાદ મુખરજી– જીવન તથા વિચાર’ વિષય પર માર્ગદર્શન આપશે તેમજ આ વર્ચ્યુઅલ બેઠકને સફળ બનાવવા કાર્યાલય ખાતેથી હરેશભાઈ જોષી તેમજ આઈ.ટી. અને સોશ્યલ મીડીયાના કન્વીનર હાર્દીક બોરડ અને તેની ટીમ સંભાળશે