ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌથી રસપ્રદ નજારો એ હતો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતા.
आज की तस्वीर 📸
- Advertisement -
जननायक राहुल गांधी जी के साथ बिहार के लाल तेजस्वी यादव जी
📍 बिहार pic.twitter.com/UGgbVZNSlb
— Congress (@INCIndia) February 16, 2024
- Advertisement -
બંને નેતાઓની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેની ભારે પ્રશંસા થઇ રહી છે. જોકે અમુક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ રાજકીય જગતમાં આ આ તસવીર ચર્ચાનો વિષય બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે કૈમૂરના દુર્ગાવતીના ધનેછામાં એક સભાને સંબોધશે. બંને નેતાઓ એકસાથે મોદી સરકાર સામે હુંકાર ભરશે અને નીતીશ કુમાર સામે પણ નિશાન તાકે તેવી શક્યતા છે.
अग्निपथ स्कीम आने से पहले 1 लाख 50 हजार युवाओं ने वर्षों तक मेहनत की और उन युवाओं को सेना ने मौका दिया।
तभी कोरोना आया और करीब तीन साल भटकने के बाद उन युवाओं से कहा गया कि- हम आपको सेना में नहीं ले सकते हैं।
आज तक ये युवा इधर-उधर भटक रहे हैं, लेकिन हमने युवाओं से कहा है कि- आप… pic.twitter.com/5GcE6qY4rV
— Congress (@INCIndia) February 16, 2024
ખેડૂતોને એમએસપીની ગેરંટી આપશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમ્યાન રોહતાસના ટેકારીમાં ખેડૂત ચૈપાલમાં ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છએ. ખેડૂતોને રાહુલ ગાંધી તથા તેજસ્વી યાદવને સંબોધિત કર્યા હતા. આ દરમ્યાન બિહારમાં નોકરી આપવાની પણ વાત તેજસ્વી યાદવે કરી હતી. તેમણે કહ્યું કે, 14 મેના સરકારમાં નોકરી આપવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ઇન્ડિયાની સરકાર બની તો એમએસપીની ગેરંટી આપશે. મોદી સરકારમાં ખેડૂતો સહિત બધા તબક્કાના લોકો હેરાન છે પરંતુ તેઓ કોઇનંુ પણ સાંભળતા નથી. કારણકે, તેઓ પોતાના મનનની વાત સાંભળે છે. સામાન્ય લોકોની મુશ્કેલીઓ સાંભળતા નથી.



