ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડુંગર પોલીસ ટીમ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ.પલાસની રાહબરી હેઠળ ડુંગર પોલીસ સ્ટેશનમાં સાયબર હેલ્પલાઇન 1930 ની ઓનલાઇન ફ્રોડ સબંધી અરજી અનુસંધાને ડુંગર પોલીસની ટીમ દ્વારા સધન અભ્યાસ કરી હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સની મદદથી અરજદારના ભુલથી પોતાના રોકડ રકમ અન્ય એકાઉન્ટમાં જતા રહેલ હોય જે રોકડ રકમ મુળ માલીકને પરત કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક કરવામાં આવેલ છે. ગત તા.27/03/2025 ના રોજ સમીરભાઈ રહીમભાઇ અગવાન રહે,દાતરડી, તા.રાજુલા તેઓએ ભુલથી પોતાના મોબાઇલમાં ફોન-પે વડે રૂ.50,000 અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને બાદમાં પોતાને ખબર પડેલ કે ભુલથી પૈસા બીજા કોઇના એકાઉન્ટમાં જતા રહેલ છે જે અંગે અત્રેના પોલીસને જાણ કરી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર અરજી કરતા આ કામેની અરજી ડુંગર પો.સ્ટે.માં તપાસ અર્થે આવતા તપાસ દરમ્યાન ભોગબનનારના એકાઉન્ટની વિગત મેળવી અને હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ કરતા વિજયભાઈ જવેરભાઇ સરવૈયા રહે નાના ખુંટવડા તા.મહુવા જિ.ભાવનગર વાળાના એકાઉન્ટમાં પૈસા જતા રહેલાનું તપાસ દરમ્યાન જણાય આવતા આ કામે બન્ને પક્ષોને ડુંગર પો.સ્ટે. બોલાવીને આ કામે રોકડ રૂ.50,000 તેના મુળ માલીકને સોંપી આપતી ડુંગર પોલીસ ટીમ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરીમા ડુંગર પીઆઇ વી.એસ.પલાસ, હેડ કોન્સ. મધુભાઇ ભેરડા, હેડ કોન્સ. દોસ્તમહમદ ગાહા, પો.કોન્સ. જયદિપભાઇ ધાખડા તથા ડુંગર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.