ટોલ પ્લાઝામાં પોતાની મનમાની ચલાવતા શખ્સો વિરૂધ્ધ ઉચ્ચ કક્ષાએ થઈ રજુઆત
માસિક પાસમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવતા ટોલ મેનેજર ઠાકુર
- Advertisement -
ટોલ પ્લાઝા મેનેજરે ઠાકુરે સિક્યુરિટીના નામે ગુંડાને રાખ્યાનો આરોપ
જેને ટોલ પ્લાઝાની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાકટર મયુર સોલંકીએ ટ્રક માલિકોને કહ્યું બેરિકેટ તોડી નાખજો..!!!!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડુમીયાણી ટોલ પ્લાઝા પર દિવસ દીઠ 200થી વધુ વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થાય છે અને માસિક અંદાજે રૂ. 20 થી 25 લાખનો ભ્રષ્ટાચાર થાય છે એવો આક્ષેપ ઉપલેટાના યુવાને કર્યો છે. તેમણે જિલ્લા પોલીસ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે. ટોલ મેનેજર અજય ઠાકુર સાથે મળીને સિક્યુરિટીના કોન્ટ્રાકટર બિનઅધિકૃત રીતે ટોલ પ્લાઝા પર બેઠા છે. આ લોકો ચોક્કસ ટ્રક માલિકો પાસેથી માસિક હપ્તો ઉઘરાવે છે. લોકલ વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવે છે, જ્યારે કેટલીક ટ્રાવેલ્સ અને ટ્રક બોગસ રીતે ટોલ મુકિત મેળવે છે, એવું પણ યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. ઉપલેટામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને કહ્યું કે, “અમે અહીંથી પસાર થતી બોગસ ટ્રાફિકને લઈને વીડિયો બનાવ્યો છે, જેમાં એક કલાકમાં 10 થી 15 કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વિના પસાર થાય છે. અમારા ડ્રાઈવર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરીને અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે.”
આ ફરિયાદની નકલ નીતિન ગડકરી, રાજ્ય ગૃહમંત્રી, DGP, IG, કલેકટર, SP સહિત 9 અધિકારીઓને મોકલવામાં આવી છે.
Examinationના નામે છૂટછાટનો દુરુપયોગ
તેમણે દાવો કર્યો કે EXAMINATION હેઠળની છૂટ માત્ર 20 કિ.મી. વિસ્તારમાં રહેલા લોકો માટે છે, છતાં પોરબંદર થી આવતા વાહનોને મુક્તિ આપવામાં આવે છે. જે નિયમ વિરૂદ્ધ છે. ટોલ પ્લાઝા મેનેજર સહિતનાઓ દર મહિને લાખો રૂપિયાનો સરકારને ચૂનો ચોપડે છે.
વિડીયો રેકોર્ડિંગના આધારે તપાસની માંગ
ટોલ પ્લાઝાના સીસીટીવી, સ્પીડ કેમેરા અને ટોલ ડેટાની વિગતો ચકાસવામાં આવે તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે, તેમ તેમણે જણાવ્યું છે.
કોના વાહનનો ટોલ લેવો કોનો નહીં તેની સત્તા મયુર સોલંકીને આપવામાં આવી છે : ડુમીયાણી ટોલ પ્લાઝા મેનેજર અજય ઠાકુર
ડુમીયાણી ટોલ પ્લાઝાના નરેન્દ્રસિંહે તો એવું કહી દીધું કે મયુર સોલંકીને અમે સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ સાથે સંપૂર્ણ સત્તા આપી છે. મયુરભાઈને જેનો ટોલ લેવો હોય એનો લ્યે ના લેવો હોય એનો ના લ્યે.