ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની પારાયણ શરૂ થઇ છે. શહેરનાં સરગવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા વકરતા મહિલાઓ રોષ સાથે મહાનગરપાલિકા કચેરીએ પહોંચી ગઇ હતી અને પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કરી પાણી આપવાની માંગ કરી હતી. જયારે શહેરનાં વોર્ડ નં.1માં આવેલ સરગવાડા વિસ્તારમાં પાણી બે-ત્રણ દિવસે આવે છે અને તે પણ પુરા ફોર્સથી આવતુ નથી જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો પાણીની સમસ્યાનો સામનો કરે છે તેમજ પશુને પીવા માટે પાણીના સાસા છે અને મહિલાઓ દિવસભર મજુરી કરવા જતા હોય ત્યારે પાણી આવે તો પાણી ભરાતુ નથી. આવા પાણી સમસ્યાને લઇને મહિલાઓએ કમિશ્ર્નર કચેરી સામે હલ્લાબોલ કર્યો હતો અને તાત્કાલીક પાણીનું શુવ્યવસ્થિત આયોજન કરી પાણી આપવાની માંગ કરી હતી.
જૂનાગઢ વોર્ડ નં.1માં પાણી સમસ્યાના લીધે મહિલાનો પાલિકા કચેરીએ હલ્લાબોલ
