હોળીનો પર્વ હિંદુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ વર્ષે રંગોનો પર્વ 14 માર્ચે મનાવવામાં આવશે. હોળીના શુભ અવસર પર આત્માના કારક સુર્યદેવ રાશિ પરિવર્તન કરશે. સાથે જ આ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે. માન્યતા છે કે સુર્ય અને ચંદ્રગ્રહણ દરમિયાન રાહુનો પ્રભાવ પૃથ્વી પર વધે છે, જેના કારણે ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું નિષેધ ગણાય છે. ચાલો જાણી લઈએ કે હોળીના દિવસે ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે લાગશે, રંગે રમવું શુભ રહેશે કે નહીં અને શું સાવધાની રાખવી જોઈએ?
ચંદ્રગ્રહણ 2025
- Advertisement -
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 14 માર્ચે ગ્રહણ ભારતીય સમય મુજબ સવારે 09:29 મિનિટથી લઈને બપોરે 03:29 મિનિટ સુધી રહેશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ નજર નહીં આવે, એટલે કે અહીં સૂતકકાળ માન્ય નહીં થાય. તેમ છતાં, ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે
ગ્રહણ દરમિયાન શું ન કરવું
ગ્રહણ દરમિયાન પૂજા-પાઠ ન કરો.
ભગવાનની મૂર્તિ કે ચિંતન સામગ્રીને સ્પર્શ ન કરો.
ગ્રહણ દરમ્યાન ખોરાક ન લો અને ન તો રસોઈ બનાવો.
ધારદાર વસ્તુઓ જેવી કે કાતર, ચાકૂ અને સોયનો ઉપયોગ ન કરો.
ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળે.
નરી આંખે ગ્રહણને ન જુઓ.
ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જાવાળી જગ્યાઓથી દૂર રહો
- Advertisement -
ગ્રહણ દરમિયાન શું કરવું
ગ્રહણ દરમિયાન ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
ગ્રહણ પછી સ્નાનના પાણીમાં ગંગાજળ મિક્ષ કરી સ્નાન કરો.
ગ્રહણ દરમિયાન વિષ્ણુ ભગવાનના મંત્રોનું જાપ કરો.
ગ્રહણ પછી જરૂરતમંદ લોકોને દાન કરો.
હોળી પર રંગથી રમવું જોઈએ કે નહીં?
હોળી પર લાગતું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી, સૂતકકાળ માન્ય નહીં ગણાય. આમ, તમે હોળી રમીને ઉજવી શકો. જો કે, ગ્રહણ અંગે વધુ માહિતી માટે કોઈ જ્યોતિષાચાર્યની સલાહ લેવી પણ ઉત્તમ રહેશે.
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)