ચોમાસામાં ગરનાળામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જુની પણ કામગીરી ઠેરની ઠેર
શહેરના અલકાપુરી વિસ્તારના રેલવે ગરનાળાનો પ્રતિદિન અનેક રાહદારીઓ ઉપયોગ કરે છે. સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સનદી અધિકારીઓ અને શહેરના લોક પ્રતિનિધિઓ પોતાના વાહનોમાં રેલવે ગરનાળામાંથી અવર-જવર કરે છે. રેલવે ગરનાળામાં છેલ્લાં કેટલાંક દિવસથી ગટરના ગંદા પાણી ભરાયા છે. ગરનાળામાંથી પસાર થતાં રાહદારીઓને અતિશય દુર્ગંધથી હાલાકી ભોગવી પડે છે.
- Advertisement -
રેલવે ગરનાળામાંથી પસાર થતી અઈ કારમાં બેસેલા વ્યક્તિોને પણ દુર્ગંધનો અહેસાસ થાય છે. ફોર અને ટુ વ્હીલર સાથે રિક્ષામાં સવાર કેટલાક રાહદારીઓએ દુર્ગંધથી બચવા રિતસરનું નાક બંધ કરે છે. રેલવે ગરનાળામાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવવું હવે સામાન્ય થઈ ગયું છે. ચોમાસામાં વરસાદનું તોફાની ઝાપટુ પડે તો પણ ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા પણ વર્ષો જૂની છે. રેલવે અને કોર્પોરેશનના ગજગ્રાહમાં ગરનાળાનો વિકાસ અટવાયો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે.
દોઢ વર્ષ પહેલાં લાગેલી આગ બાદ નવીનિકરણમાં ધાંધિયા
ગતવર્ષે એપ્રિલમાં રેલવે ગરનાળામાં વિકરાળ આગ લાગી હતી. ગરનાળાની અંદર બંને તરફ આગને કારણે ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ રંગ-રોગાણ વગરનું ગરનાળુ બિસમાર હાલતમાં છે. રાતના સમયે કેટલીક વખત લાઇટના પણ ઠેંકાણા હોતા નથી. તંત્ર દ્વારા દોઢ વર્ષથી ગરનાળાની સ્વચ્છતા અને સુંદરતાની દરકાર લેવામાં આવી નથી.