જોશીમઠમાં જોખમી બની ગયેલી ઇમારતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે જોશીમઠમાં એક માઈક્રો-સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં હાલમાં 152 સિસ્મિક ઓબ્ઝર્વેટરી છે.
ઉત્તરાખંડનાં જોશીમઠમાં કંપી રહેલી ધરતીને લીધે રસ્તાથી લઈને મકાનો સુધી તિરાડો પડી ગઈ છે. વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જોશીમઠમાં એક માઈક્રો-સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાનો નિર્ણય લીધો છે, જેથી નાનામાં નાના ભૂકંપની ઘટના પર પણ નજર રાખી શકાય અને તેના આધારે તેની અસરનું વિશ્લેષણ કરી શકાય.
- Advertisement -
માઈક્રો-સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાનો નિર્ણય
જોશીમઠ સંકટના કારણે પહાડોમાં ભયનો માહોલ છે. રસ્તાઓથી લઈને મકાનો સુધી પડી રહેલી તિરાડોને કારણે મકાનો અને ધંધાકીય સંસ્થાઓ ભયના વાદળો મંડરવા લાગ્યા છે. આ તિરાડોમાંથી પાણી પણ નીકળવા લાગ્યું છે, જેના કારણે આવા મકાનોમાં રહેવું મુશ્કેલ બન્યું છે. જોખમી બની ગયેલી આવી ઇમારતોને તોડી પાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે આખરે જોશીમઠમાં અચાનક આટલી મોટી-મોટી તિરાડો કેમ પડવા લાગી? ભવિષ્યમાં જોશીમઠને આવા સંકટમાંથી બચાવી શકાય છે અને સમયસર લોકોને સલામત સ્થળોએ લઈ જઈ શકાય છે? વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જોશીમઠમાં એક માઈક્રો-સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપવાનો નિર્ણય લીધો છે, જેથી નાનામાં નાની ભૂકંપની ઘટના પર પણ નજર રાખી શકાય અને તેના આધારે તેની અસરનું વિશ્લેષણ કરી શકાય.
ભવિષ્યમાં આવનારા સંકટ વિશે જાણી શકશે
આપને જણાવી દઈએ કે, જોશીમઠ ભૂકંપની દ્રષ્ટિએ સૌથી ખતરનાક ઝોન-5માં આવે છે. એનો મતલબ એ છે કે આ ક્ષેત્રમાં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. સામાન્ય રીતે લોકો તે કંપન અનુભવી શકતા નથી, પરંતુ પર્વતો અને ખડકો પર તેની વ્યાપક અસર પડે છે. આનાથી તણાવ પેદા થાય છે. ધીરે-ધીરે આવી ઘટનાઓમાં વધારો થવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં આ તણાવને કારણે તિરાડો પડી જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે, જોશીમઠના વર્તમાન સંકટ માટે આ કારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માઈક્રો-સિસ્મિક ઓબ્ઝર્વેટરી ખુલવાથી ભૂસ્તરશાસ્ત્રીઓ આવી ઘટનાઓનું વિશ્લેષણ કરી શકશે અને ભવિષ્યમાં આવનારા સંકટ વિશે જાણી શકશે. અગાઉથી માહિતી મળવાથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ મળી શકે છે.
ભૂસ્તરશાસ્ત્રીઓને આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં મળશે મદદ
કેન્દ્ર સરકાર બુધવારે (11 જાન્યુઆરી, 2023) એટલે કે આજે જોશીમઠમાં માઇક્રો સિસ્મિક ઓબ્ઝર્વેટરી સ્થાપિત કરશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આનાથી ભૂસ્તરશાસ્ત્રીઓને આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં મદદ મળશે. વિશ્લેષણના આધારે આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રીતે વિકસાવવામાં મદદ મળશે. સાથે જ આવા સંકટના સમયે સમય પહેલા પગલા પણ ભરી શકાશે અને સાવચેતી પણ રાખી શકાશે. જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં વારંવાર ભૂકંપ સંબંધિત ગતિવિધિઓ થતી રહે છે. જેના કારણે ખડકો નબળા પડી જાય છે. જેના કારણે તિરાડો પડી જાય છે. આ પછી ભારે વરસાદને કારણે પર્વતોમાંથી આવતા પાણી આ તિરાડોમાં ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં આ ખડકો ધરાશાયી થવાની સંભાવના પણ વધી જાય છે.
- Advertisement -
કેન્દ્રએ બનાવી છે આ યોજના
દેશભરમાં હાલમાં 152 સિસ્મિક ઓબ્ઝર્વેટરી છે, જેના કારણે કુદરતી ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રએ આગામી પાંચ વર્ષમાં દેશભરમાં આવી 100 વધુ સિસ્મિક ઓબ્ઝર્વેટરી ખોલવાની યોજના બનાવી છે. તેનો હેતુ રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરવાનો અને તેના વિશ્લેષણના આધારે પગલાં લેવાનો છે.