જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલ રોપ-વે આજે ફરી બંધ કરવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો હતો. આજ વ્હેલી સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પહેલા પણ ત્રણ દિવસ ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ રહ્યો હતો. ગિરનારની યાત્રા કરવા આવતા ભાવિકો રોપ-વે બંધ થતા નિરાશ થયા હતા. જો કે, દૂર દૂરથી આવતા ભાવિકોએ અંતે ગિરનાર સીડી ચઢીને માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. જયારે જૂનાગઢ શહેર તેમજ ગિરનાર ઉપર ઠંડા પવનના સુસવાટા સાથે ભારે પવન
ફુંકાયો હતો.